જૂનાગઢ યાર્ડના શાકભાજી થડાઓનું સક્કરબાગ પાસેનાં ગ્રાઉન્ડમાં સ્થળાંતર

16 May 2020 12:57 PM
Junagadh Saurashtra
  • જૂનાગઢ યાર્ડના શાકભાજી થડાઓનું સક્કરબાગ પાસેનાં ગ્રાઉન્ડમાં સ્થળાંતર

સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનાં હેતુથી કામચલાઉ વ્યવસ્થાનો નિર્ણય લેવાયો : યાર્ડ ચેરમેન ગજેરા

જૂનાગઢ,તા. 16
ગઇકાલથી જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ શાકભાજીનાં યાર્ડમાં ખેડૂતોન શાકભાજીની હરાજી જ્યાં થાય છે ત્યાં જ શાકભાજી ગ્રાઉન્ડમાં કરવામાં આવી રહી છે. પરંતુ હાલ લોકડાઉનનાં કારણે લોકો વચ્ચે ડિસ્ટન્સજળવાઈ રહે તે હેતુથી નજીકમાં જ ફેરવવા નિર્ણય કર્યો છે.
આ અંગે કમિશનર તુષાર સુમેરા, ડે. કમિશનર ડીવાયએસપી જાડેજા સહિતનાઓએ સક્કરબાગનું ગ્રાઉન્ડ નિહાળ્યા બાદ નિર્ણય લેવાયો હતો. હાલ કેરીની સીઝન હોય ખેડૂતો કે કેરીના બોક્સ લઇને ગાડીઓમાં આવતા હોય વહેલી સવારેશાકભાજીની હરાજી થઇ ગયા બાદ કેરીની હરાજી કરવામાં આવશે જેમાં ખેડૂતોનાં શાકભાજી યાર્ડમાં કોઇ ખેડૂતોને મુશ્કેલી પડે તેવું કંઇખ ન હોવાનું યાર્ડના સેક્રેટરી ગજેરાએ જણાવ્યું હતું કે માત્ર શાકભાજીના થડાઓ રાખીને બેઠેલા લોકો પાસેથી આમ જનતા શાકભાજી ખરીદ કરવા આવતાં હોય જેથી સોશ્યલ ડીસ્ટન્સ જળવાઇ રહે તે હેતુથી જઆ ફેરફારનો નિર્ણય લેવાયો હતો.
આ કોઇ મનસ્વી નિર્ણય નથી કે નથી એક પણ ખેડૂત શાકભાજી લઇને આવે તેમને મુશ્કેલી પડવાની માત્ર લોકડાઉનમાં લોકો વચ્ચેનું અંતર શાકભાજી ખરીદ કરવા આવતા માટે જ આ નિર્ણય લેવાયો હતો. ખેડૂતોના હીત કે હક્ક માટેની કોઇ વાત જ નથી. શહેરમાં કડીયાવાડ-મધુરમ સહિતની અનેક શાકભાજીના થડાઓ માર્કેટ અન્ય જગ્યાએ ગ્રાઉન્ડમાં ફેરવવામાં આવી છે.


Related News

Loading...
Advertisement