જૂનાગઢ જિલ્લામાં 92 સેમ્પલો ભાવનગર લેબમાં મોકલાયા : 1 રિપોર્ટ પોઝીટીવ આવ્યો

16 May 2020 12:24 PM
Junagadh Saurashtra
  • જૂનાગઢ જિલ્લામાં 92 સેમ્પલો ભાવનગર લેબમાં મોકલાયા : 1 રિપોર્ટ પોઝીટીવ આવ્યો

કુલ 18 વ્યક્તિઓ સરકારી ક્વોરન્ટાઈન હેઠળ દેખરેખમાં

જૂનાગઢ,તા. 16
જૂનાગઢ જિલ્લામાંથી 92 કોરોના સેમ્પલ લેવાયા હતા જેમાં વિસાવદર અને તાલુકામાંથી કુલ 12 સેમ્પલ ભાવનગર લેવામાં મોકલાયા હતાં. જે પૈકીનો એક કેસ વિસાવદરના પ્રેમપરામાંથી 15 વર્ષનાં તરુણનો કેસ પોઝીટીવ આવ્યો છે.
સેમ્પલોમાં જૂનાગઢ શહેરમાંથી 8 ગ્રામ્યમાંથી 11 વંથલીનાં 6, ભેસાણમાંથી 8, માળીયામાંથી 18, મેંદરડામાંથી 12, માંગરોળમાંથી સાત, કેશોદમાંથી 11, મળી કુલ 92 લોકોના સેમ્પલ લેવાયા હતાં. તેમાથી વિસાવદરના પ્રેમપરા ગામનાં મુંબઈથી આવેલા તરુણનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ યુવાન મંજુરીથી આવ્યો છે કે બારોબાર આવ્યો છે કોણ કોણ સાથે આવ્યું છે ક્યારે ક્યા વાહનમાં આવેલ છે ? કોને કોને મળ્યો છે તે વિગતો મેળવવામાં આવી રહી છે. માત્ર માણાવદર શહેર કે તાલુકામાંથી એકપણ સેમ્પલ લેવામાં આવ્યું નથી. જૂનાગઢ જ્લિલામાં ક્વોરેન્ટાઈનમાં રહેલા લોોકની સંખ્યા 18 હજાર ઉપર નોંધાઈ છે.


Related News

Loading...
Advertisement