સોમવારથી લોકડાઉન-4 નિશ્ચિત પણ વ્યાપક છૂટછાટો અપાશે

16 May 2020 11:09 AM
Government India
  • સોમવારથી લોકડાઉન-4 નિશ્ચિત પણ વ્યાપક છૂટછાટો અપાશે

સરકાર હવે કોરોના સામેની લડાઈમાં જનતાને વધુ સાંકળશે ▪️ આજે ગૃહમંત્રાલય રાજયોને માર્ગરેખા પાઠવશે ▪️ ધંધા-વ્યાપાર વ્યાપક રીતે ખુલશે ▪️ ઓટો-ટેક્ષીને મંજુરીની ધારણા ▪️ જાહેર ટ્રાન્સપોર્ટમાં સાવચેતી ▪️ બન્ને રાજયો સંમત હોય તો આંતરિક વિમાની સેવાને મંજુરી અપાશે ▪️ કોંગ્રેસ શાસનના રાજયો તમામ છૂટની તરફેણમાં ▪️ ભાજપના રાજયો દિલ્હીની મંજુરી સાથે આગળ વધશે

નવી દિલ્હી: દેશમાં કોરોનાના સંક્રમણને રોકવા લાદવામાં આવેલા લોકડાઉનના ત્રીજો તબકકો આવતીકાલે પુરો થઈ રહ્યો છે અને સોમવારથી લોકોને ‘ઘર-બંધી’ માંથી મુક્તિ મળશે કે કેમ તેનો જબરી ઈન્તેજારી અને ઉચાટ પણ છે તે વચ્ચે આજે રાજયોને સ્થાનિક પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવાની છૂટ સાથે કેન્દ્ર સરકાર લોકડાઉન-4ની જાહેરાત સામે તા.31 મે સુધી લોકડાઉન લંબાવે પણ અનેક મહત્વની છૂટછાટો પણ આપે તેવા સંકેત છે.

દેશમાં મહારાષ્ટ્રમાં મુંબઈ-પુના-ગુજરાતમાં અમદાવાદ-સુરત-વડોદરા-તામિલનાડુમાં ચેન્નઈ, દિલ્હી, પાટનગર સહિતના અનેક ક્ષેત્રો રેડઝોનમાં છે અને દેશના નવા કોરોના પોઝીટીવના 80% કેસ આક્ષેપમાંથી આવે છે તેથી ક્ષેત્રો રેડઝોનમાં છે ત્યાં લોકડાઉનમાં માત્ર હળવી છૂટછાટ અપાશે જયારે ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વ્યાપાર-ધંધા વ્યાપક પણ ચાલુ થાય એવી ધારણા છે અને ફકત સોશ્યલ ડીસ્ટન્સ જાળવવામાં જયાં મુશ્કેલી પડે તેવા મોલ-મલ્ટીપ્લેકસ અને રેસ્ટોરા તથા અન્ય જાહેર સ્થળો, જાહેર સમારોહો, મેળાવડા, બેઠકો, ધાર્મિક પ્રસંગો, સામાજીક ઉત્સવો જેવા પ્રતિબંધો યથાવત રહેશે.

ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં પણ હજું થોડા-થોડા પોઝીટીવ કેસ જાહેર થયા છે. ખાસ કરીને દેશમાં પરપ્રાંતીય મજૂરોની જે હિજરત થઈ છે તેઓ પોતાના વતન પહોંચ્યા છે અને તેમાં કોરોના પોઝીટીવ સંક્રમણ વધારી શકે છે. મહારાષ્ટ્રમાં મુંબઈ-પુનામાં તો લોકડાઉન લંબાવી જ દેવાયુ છે. બીઝનેસ સ્ટાન્ડર્ડના રીપોર્ટ મુજબ ભાજપ શાસનના મોટાભાગના રાજયોએ લોકડાઉન લંબાવવા અને છૂટછાટોની આ ભલામણ કરી છે. બિહારમાં મુખ્યમંત્રી નિતીશકુમારે લોકડાઉન 4 લંબાવવા તરફેણ કરી છે. કોંગ્રેસ શાસનના રાજસ્થાન, છતીસગઢ અને પંજાબના આવશ્યક-બિનઆવશ્યક તમામ કામગીરી ક્નટેન્મેન્ટ ઝોન સિવાય રેડ ઝોન સહિતના ઝોનમાં ચાલુ કરવાની તરફેણ કરે છે.

છતીસગઢમાં તો હોટેલો પણ ચાલુ કરવા રાજયના મુખ્યમંત્રીએ માંગ કરી છે. સક્રીય દ્રષ્ટીએ જોઈએ તો કેન્દ્ર રેડઝોન સિવાય હવે ઓટો રીક્ષા અને ટેક્ષીના પરિચાલનને છૂટછાટને ડોમેસ્ટીક વિમાની સેવા જે બન્ને રાજય સંમત હોય ત્યાં ચાલુ કરાશે. દિલ્હી સક્રીય મેટ્રો ટ્રેન રેડ ઝોન સિવાય દોડશે. સરકારી સેવાઓમાં કચેરીઓ સોશ્યલ ડિસ્ટન્સ સાથે ખોલવા મંજુરી આપવામાં આવશે. રેલ્વે તો 30 મે સુધી પસંદગીની જ ટ્રેનો દોડાવશે તે નિશ્ચિત છે.


Loading...
Advertisement