જૂનાગઢ જિલ્લામાં પાન-બીડીની દુકાનોને શરતી મંજૂરી આપો : ધારાસભ્યની રજૂઆત

15 May 2020 01:25 PM
Junagadh
  • જૂનાગઢ જિલ્લામાં પાન-બીડીની દુકાનોને શરતી મંજૂરી આપો : ધારાસભ્યની રજૂઆત

બીડી-તમાકુ-સોપારીના કાળાબજારને નાથવા ધંધાને છુટ આપો

જૂનાગઢ,તા. 15
છેલ્લા 50 દિવસથી સંપૂર્ણ લોકડાઉનમાં પાન-બીડી-તમાકુના વેપારીઓ બેકાર બેઠા છે. પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. આથી શરતોને આધીન પણ પાન બીડીના દુકાનદારોને દુકાન ખોલવાની મંજુરી આપવામાં આવે તેવી જૂનાગઢના કોંગી ધારાસભ્યએ માંગ કરી છે.

કોરોના વાઈરસના સંક્રમણને રોકવા 50 દિવસથી સમગ્ર જિલ્લામાં લોકડાઉન અમલમાં છે જેના કારણે દુકાનદારો બેરોજગાર બન્યા છે. પાન બીડીના વેપારી મંડળ નિયમોનું પાલન કરવા બાંહેધરી આપવામાં આવી છે. આ અંગે ધારાસભ્ય ભીખાભાઈ જોષીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. અન્ે વેપારીઓનો પ્રશ્ર્ન ધ્યાને લેવા તાકીદે કાર્યવાહી કરવા જણાવ્યું છે.

ગુજરાતમાં અને ખાસ સૌરાષ્ટ્રમાં 60 થી 70 ટકા લોકો પાન બીડી તમાકુ ગુટકાના વ્યસન ધરાવે છે. હાલ દુકાનો બંધ છે ત્યારે કાળા બજારીયાઓ બેફામ બન્યા છે. મજબુર બંધાણી લોકો બીડી માવા લેવા મજબુર બન્યા છે.


Loading...
Advertisement