જૂનાગઢ જિલ્લામાં કોરોના પોઝિટીવનાં બંને દર્દીઓની હાલત સુધારા પર : રાહત

15 May 2020 11:50 AM
Junagadh Saurashtra
  • જૂનાગઢ જિલ્લામાં કોરોના પોઝિટીવનાં બંને દર્દીઓની હાલત સુધારા પર : રાહત

શહેરી વિસ્તારના મળી કુલ 190 સેમ્પલો લેવાયા: 15836 વ્યક્તિઓ હજુ ક્વોરન્ટાઈન હેઠળ

જૂનાગઢ,તા. 15
જૂનાગઢ મહાનગરમાંથી 102 જિલ્લામાંથી 88 મળી કુલ 190 વ્યક્તિઓના સેમ્પલ લઇને મોકલાયા હતા. ગઇકાલે 8 સેમ્પલ નેગેટીવ આવ્યા હતાં. હાલ માંગરોળ તથા મધુરમના બન્ને કોરોના પોઝીટીવ દર્દીઓ છે તેમની હાલત સુધારા પર છે. જેને નવીગાઈડલાઈન મુજબ બન્નેને આગામી દિવસોમાં ડીસ્ચાર્જ કરાશે. ગઇકાલ સાંજ સુધીમાં જૂનાગઢ શહેરના 108માંથી 12, માણાવદરમાંથી 3, માળીયા હાટીનામાંથી 19, મેંદરડા માંગરોળ અને કેશોદમાંથી દશ દશ મળી કુલ 190 વ્યક્તિઓના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા હતાં.
અત્યાર સુધીમાં 115 સેમ્પલ લેવાયા છે જેમાં 957નો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. ચારનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને હાલ 190નો રિપોર્ટ પેન્ડીંગ છે. મધુરમ (જૂનાગઢ) અને માંગરોળનાં યુવાનની હાલત સુધારા પર છે. તેઓને નવી ગાઈડલાઈન મુજબ આગામી દિવસોમાં બન્નેને ડિસ્ચાર્જ કરાશે. ગઇકાલ સાંજ સુધીમાં જિલ્લામાં ક્વોરેન્ટાઈનમાં રહેતા લોકોની સંખ્યા 15836ની થઇ છે.


Related News

Loading...
Advertisement