વાતાવરણ શુધ્ધ; જૂનાગઢ જિલ્લાના પ્રદુષણમાં 35 ટકાનો ઘટાડો : ગિરનારનાં દૂરથી રળીયામણા દર્શન

15 May 2020 11:50 AM
Junagadh Saurashtra
  • વાતાવરણ શુધ્ધ; જૂનાગઢ જિલ્લાના પ્રદુષણમાં 35 ટકાનો ઘટાડો : ગિરનારનાં દૂરથી રળીયામણા દર્શન

વાહનોની અવર-જવર-ધુમાડા ઓકતા એકમો બંધ થતાં વાતાવરણ સ્વચ્છ

જૂનાગઢ,તા. 15
લોકડાઉન વચ્ચે વાહન વ્યવહારના ધુમાડા સહિત ફેકટરીઓ બંધ હોય જેના કારણે વેપાર ધંધા ઠપ્પ હોવાથી નુકસાની થવા પામી છે. પણ જૂનાગઢ શહેર અને જિલ્લામાં લોકડાઉનમાં વાતાવરણ અત્યંત શુધ્ધ ચોખ્ખુ થવા પામ્યું છે.
ગિરનાર પર્વત ભરઉનાળે નજીક અને એકદમ ચોખ્ખો દૂરથી જોવા મળે છે જે શિયાળાના ચોખ્ખા આકાશ સમયે જોવા મળતો હોય છે જે આજે પ્રદુષણ ઓછું થવાના કારણે ગિરનાર નજીક અને ચોખ્ખો દૂરથી જોવા મળે છે. સામાન્ય સંજોગોમાં હવામાં પ્રદુષણની માત્રા પ્રતિ ઘન મીટરે પીએમ 10 (સ્પીરેબલ પાર્ટીક્યુલમીટર) 77 માઈક્રોગ્રામ, અને નાઈટ્રોજન ઓકસાઈડ 20.85 માઈક્રોગ્રામ આસપાસ રહેતો હતો પરંતુ લોકડાઉન દરમિયાન પીએમ 10.53 માઈક્રોગ્રામ, ઓકસાઈડ 10 માઈક્રોગ્રામ અને નાઈટ્રોજન ઓકસાઈડ 15 માઈક્રોગ્રામ નોંધાયું છે. આથી જૂનાગઢમાં હવામાનમાં પ્રદૂષણનો 32 થી 35 ટકા ઘટ્યું છે.


Related News

Loading...
Advertisement