ભેંસાણના મોટા ગુજરીયા ગામે રહેણાંકમકાનમાંથી જુગારધામ ઝડપાયું : 13 પકડાયા

15 May 2020 10:45 AM
Junagadh
  • ભેંસાણના મોટા ગુજરીયા ગામે રહેણાંકમકાનમાંથી જુગારધામ ઝડપાયું : 13 પકડાયા

રોકડ, વાહનો, મોબાઈલ મળી રૂા. 7.40 લાખનો મુદ્દામાલ જપ્ત : પાણીકવા ગામે કુહાડી ઝીંકી

જૂનાગઢ,તા. 15
ભેંસાણના ગુજરીયા ગામે મકાનમાં જુગાર રમતા 13 શખ્સોને 7.40 લાખનાં મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી ગુનો નોંધેલ છે.

ભેંસાણનાં મોટા ગુજરીયા ગામે લોકડાઉન વચ્ચે પણ મોટુ જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે ભેંસાણ પોલીસે રેડ કરતાં મકાન માલિક વિનુ છગનુ વાળા અશોક ખોળા કાથરોટીયા રહે. સરદારપુર દિનેશ લાભુ ચાવડા, ભલા ઉર્ફે મુનો હમીર ગોહીલ, વિપુલ બાવચંદ રામોલીયા રહે. કાનવડલા, કિશોર નાનજી વેગડા શોભાવડલા, બાઘા નાઝભાઈ ડાંગર કાઠી અને વિજય પરસોતમ પટોડીયા રહે. ઉમરાળીવાળાને 64,100 રોકડા 8 મોબાઈલ 16,000, ફોર વ્હીલ કિ. 6 લાખ, ચાર મોટર સાઈકલ કિ. 60 હજાર, મળી કુલ 7,40,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉપરાંત કોરોના વાઈરસ સંક્રમણના ગુનાનો ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો.

લાકડી વડે હુમલો
માળીયાના પાણીકવા ગામની સીમમાં લખમણભઆઈ ભાયાભાઈ રાડા (ઉ.40) રહે. પાણીકવા વાળાની કબજાની કેડી આવેલી હોય જેને તેના શેઢા પાડોશીઓ ગોવિંદ ઘેલા રાડા, ઘેલા કાના રાડા, માંડા દેવા રાડા અને દેવા કાના રાડાએ કેડી ખોદી નાખેલ દજે બાળકો સમજાવવા જતાં આરોપીઓએ એક સંપ કરી કુહાડીના ઘા લખમણભાઈ રાડાના માથામાં ઝીંકી માથુ ફાડી નાખ્યું હતું. અને લાકડીઓ વડે આડેધડ માર મારી ધમકી આપ્યાની માળીયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement