જૂનાગઢ જેલ બહારથી માવા-સીગારેટ ભરેલ થેલી ફેંકાઈ : તંત્રએ જપ્ત કરી

15 May 2020 10:42 AM
Junagadh
  • જૂનાગઢ જેલ બહારથી માવા-સીગારેટ ભરેલ થેલી ફેંકાઈ : તંત્રએ જપ્ત કરી

જેલ દિવાલનાં તારમાં થેલી ફસાતા કેદી સુધી ન પહોંચી : તપાસનો ધમધમાટ

જૂનાગઢ,તા. 15
જૂનાગઢ જેલમાં કેદીઓને માવા-બીડી-સીગારેટ પહોંચાડવા લોકડાઉન વચ્ચે કીમીયા અજમાવાય છે. ગઇકાલે ફેંકેલી થેલી જેલના જવાના વાયરમાં અટવાઈ પડી હતી. જેને જેલ સતાવાળાઓએ ઉતારીને જોયું તો 17 માવા 10 સીગારેટના પેકેટો મળી આવ્યા હતાં. આ પહેલા પણ માવા સીગારેટ બીડીનું પડીકું જેલબહારથી ફેંકાતા કેદી લેવા જતાં ઝડપાઈ જવા પામ્યો હતો.

બપોરના સાડા ત્રણના સુમારે સિપાઈ તેની ફરજ પર હતા ત્યારે જેલની પૂર્વ દિશાની દીવાલની છત પર કોટ બહારથી કોઇ અજાણ્યા શખ્સે લીલા કલરની પ્લાસ્ટીકની થેલીનો જેલમાં ઘા કરતાં થેલી દીવાલના જીવતા વાયરમાં ફસાઈ ગઇ હતી. જેની જાણ જેલના સુબેદારને કરાતા થેલી ભરીને સીપાઈએ જેલના અધિક્ષકની ચેમ્બરમાં લઇ જઇ જ્યાં થેલી ખોલતા 17 માવા 10 સીગારેટના પાકીટ મળી આવેલ.આ અંગે જેલર એચ.એલ. વાઘેલાએ અજાણ્યા શખ્સ સામે એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ થેલી કોણે કોના માટે જેલમાં ફેંકી હતી વગેરે તપાસ હાથ ધરવામાં આવી છે.


Loading...
Advertisement