સુરતથી હડમતીયાના ગોલીડા ગામે કોરોના પોઝીટીવ યુવાન પહોંચી ગયો

15 May 2020 10:34 AM
Surat Rajkot Saurashtra
  • સુરતથી હડમતીયાના ગોલીડા ગામે કોરોના પોઝીટીવ યુવાન પહોંચી ગયો

પોલીસે ઇમરજન્સી સર્વિસ મારફત હોસ્પિટલમાં ખસેડયો

રાજકોટ તા.15
સુરતથી રાજકોટના હડમતીયા ગામે કોઇ પણ જાતની પૂર્વ મંજૂરી વગર આવનાર મનસુખ મગનલાલ નારીગરીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ બાતમીદાર તરફથી પોલીસને બાતમી મળી હતી કે સુરતમાં રહેતા મનસુખલાલ મગનલાલ નારીગરા સુરતથી રાજકોટ હડમતીયાના ગોલીડા ગામે આવી રહ્યાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી હતી.

દરમ્યાન લોધીકા ગામે તેમના ઘરેથી મનસુખભાઇ મગનલાલ નારીગરાની ધરપકડ કરી હતી. મનસુખભાઇ કોરોના પોઝીટીવના દર્દી હોય ગોલીડા ગામમાં અન્ય કોઇ વ્યકિત કે પરિવારજનોને ચેપ ન લાગે તે માટે પોલીસ દ્વારા સુરતથી આવેલા શખ્સને રાજકોટ કોવીડ-હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મનસુખ મગનલાલ નારીગરા કોરોના સંક્રમીત હોય આ અંગે તંત્રને જાણ થતા અન્ય વ્યકિતઓને કોરોનાનો ચેપ ન લાગે તે માટે આરોગ્ય તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ દ્વારા ઇમરજન્સી સર્વિસ 108 મારફત મનસુખભાઇને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે જાહેરનામા ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી મનસુખ નારીગરાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ કરી છે.


Loading...
Advertisement