ટ્રેન-વિમાની સેવા ‘નોર્મલ’ કરવા ચક્રો ગતિમાન

14 May 2020 03:12 PM
India Travel
  • ટ્રેન-વિમાની સેવા ‘નોર્મલ’ કરવા ચક્રો ગતિમાન

15મી પછી રેલવેમાં ‘વેઈટીંગ ટીકીટ’ પણ મળવા લાગશે: 18મી પછીનાં વિમાની બુકીંગ માટે તૈયાર રહેવા ટ્રાવેલ એજન્ટોને સંદેશ

નવી દિલ્હી તા.14
લોકડાઉન 4.0 માટેના નવા નિયમો ઘડાવા લાગ્યા છે. નિયંત્રણો અત્યંત હળવા બનવાનાં સંકેતો વચ્ચે મર્યાદિત ધોરણે રેલવે તથા વિમાની સેવા પણ શરૂ કરવાની તૈયારી આરંભાઈ છે.

સરકારે બે દિવસથી 15 શહેરો વચ્ચે સ્પેશ્યલ ટ્રેનો દોડાવવાનું શરૂ કરી જ દીધુ છે અત્યાર સુધી સીટ જેટલી જ ટીકીટ ઈસ્યુ થતી હતી હવે 15 મી મેથી ટ્રેનમાં વેઈટીંગ ટીકીટ પણ મળવા લાગશે એટલુ જ નહિં વધુ સંખ્યામાં સ્પેશ્યલ ટ્રેનો શરૂ કરવાની પણ યોજના છે. તેમાં એસી ઉપરાંત સ્લીપર કોચ પણ રાખવામાં આવશે.

15 મી મેથી 22 મી મે પછીની ટ્રેન માટે ટીકીટ બુક કરાવવામાં આવશે તેમાં વેઈટીંગ ટીકીટ પણ ઉપલબ્ધ થશે એવી ચેરકાર તથા 3 એસીમાં મહતમ 100-100 વેઈટીંગ ટીકીટ હશે. સેક્ધડ એસીમાં 50 વેઈટીંગ ટીકીટ હશે. એકઝીકયુટીવ કલાસ તથા ફર્સ્ટ એસીમાં 20-20 વેઈટીંગ ટીકીટ હતી.

રેલવેએ સ્પષ્ટતા કરી છે કે વેઈટીંગ ટીકીટ ક્ધફર્મ ન થાય તો પ્રવાસની છુટ નહિં મળે. સુત્રોએ કહ્યું કે રેલ સેવા તબકકાવાર સામાન્ય બનાવવાની તૈયારી છે. સ્પેશ્યલ ટ્રેનોની સંખ્યા પણ વધારાશે અને તુર્તમાં જાહેરનામું બહાર પડશે શતાબ્દી જેવી અન્ય ટ્રેનો પણ શરૂ થશે.

આ ઉપરાંત સોમવારથી મર્યાદિત રૂટ પર વિમાની સેવાપણ શરૂ થવાની શકયતા છે.એર લાઈન્સ કંપનીઓ દ્વારા 18 મી પછીના બુકીંગ માટે તૈયારી શરૂ કરવા ટ્રાવેલ એજન્ટોને સંદેશો પાઠવવામાં આવ્યો છે.


Related News

Loading...
Advertisement