સુરતથી વતનીઓને પરત લાવવા જૂનાગઢ એસ.ટી. વિભાગે 110 બસો રવાના કરી

14 May 2020 01:09 PM
Junagadh Saurashtra
  • સુરતથી વતનીઓને પરત લાવવા જૂનાગઢ એસ.ટી. વિભાગે 110 બસો રવાના કરી

જૂનાગઢ,તા. 14
લોકડાઉનમાં અનેક જિલ્લાનાં રાજ્યના શ્રમજીવીઓ ઠેર ઠેર ફસાયા છે જે મજુરોને વતન મોકલવા માટે બસ-ટ્રેન ખાસ દોડવવામાં આવી રહી છે.જૂનાગઢ શહેર જિલ્લામાંથી એસટી અને ટ્રેન મારફતે પોતાના વતન મોકલવામાં આવી રહ્યા છે તેમ જૂનાગઢ એસટી વિભાગીય કચરેીના ડી.સી.જી.ઓ. શાહે જણાવ્યું હતું.
છેલ્લા પાંચ દિવસથી મજુરો માટે ખાસ બસો દોડાવવામાં ાવી રહી છે. ગઇકાલે 110 એસટી બસો સુરત સુધી મોકલવામાં આવી છે. જૂનાગઢથી આ તમામ 110 શ્રમજીવીઓને સોશ્યલ ડીસ્ટન્સ જળવાય રહે તેની તકેદારી રાખવામાં આવી રહી છે.આ ઉપરાંત 60 જેટલી બસો રેલવે સ્ટેશનમાં ફાળવવામાં આવી છે જેમાં જૂનાગઢ, પોરબંદર, રાજકોટ રેલવે સ્ટેશન પર મજુરોને મુકવા માટે એસટી બસો દોડાવવામાં આવી છે. છેલ્લા પાંચેક દિવસમાં 5000 જેટલી એસટી બસો મજુરો માટે દોડાવવામાં આવી છે. અન્ય રાજ્યોનાં શ્રમજીવીઓને વતન મોકલવા માટે લાવવા લઇ જવાની કામગીરી ચાલી રહી છે.


Related News

Loading...
Advertisement