કેશોદ બાયપાસ પાસે બે ટ્રક અથડાયા : એકનું મોત

14 May 2020 01:08 PM
Junagadh Saurashtra
  • કેશોદ બાયપાસ પાસે બે ટ્રક અથડાયા : એકનું મોત

3 કલાકની જહેમત બાદ ક્રેઇનની મદદથી બંને ટ્રકને અલગ કરાયા : ડ્રાઈવરનું ઘટનાસ્થળે મોત : ક્લીનરનો બચાવ

જૂનાગઢ,તા. 14
કેશોદ પાસે નેશનલ હાઈવે બાયપાસ ખાતે સોડા ભરીને જતા ટ્રક નં. જીજે 18 એએક્સ 009 બંધ પડી ગયેલ ત્યારે પાછળથી જીજે 32 ટી 9976નાં ટ્રકચાલકે ધડાકાભેર અથડાવી દેતાં પાછળના ટ્રક ડ્રાઈવરની કેબીન સેન્ડવીચ બની જવા પામતા ટ્રક ડ્રાઈવર શક્તિસહિ અજીતસિંહ જેઠવા (ઉ.37) રહે. ખંભાળીયા ટીંબડી ગામના રહીશનું ઘટનાસ્થળે જ મોત નોંધાયું હતું.
જ્યારે ક્લીનરનો ચમત્કારીક બચાવ થવા પામ્યો હતો. જે આગળના ટ્રકની કેબીનમાં બેઠેલ હોય બન્ને ટ્રક 50 ફૂટ સુધી ઢસડાયા હતા તેટલી સ્પીડથી પાછળનો ટ્રક ભટકાયો હતો. બંધ પડેલ ટ્રક ડીવાઈડર પર ચડી જવા પામ્યો હતો. ઘટના બાદ ત્રણ કલાકે ક્રેઇન મારફત ડ્રાઈવરનાં પાર્થિવ દેહને બહાર કાઢવામાં આવતા તે બન્ને ટ્રક વચ્ચે સેન્ડવીચ બની ગયો હતો. બન્ને ટ્રક સુત્રાપાડા નજીકના હોવાનું જાણવા મળેલ છે. બેદરકારીનાં કારણે ડ્રાઈવરનું મોત થવા પામ્યું હતું.
કેશોદ ડીવાયએસપીનાં જણાવ્યા રાત્રિનાં રોડ પર બંધ પડી ગયેલ ટ્રક કે વાહને પાર્કિંગ લાઈટ ચાલુ રાખવી જોઇએ પાવરફૂલ રિફલેક્ટર લગાડવું જોઇએ ટ્રકથી થોડેક દૂર બેરેક જેવી આડશ ઉભી કરવી જોઇએ. વ્હાઈટ પટ્ટા લગાવવા જોઇએ જેના કારણે અકસ્માત નિવારી શકાય.


Related News

Loading...
Advertisement