વંથલી યાર્ડમાં ચીકુ સાથે રાવણાની આવક

14 May 2020 01:02 PM
Junagadh Saurashtra
  • વંથલી યાર્ડમાં ચીકુ સાથે રાવણાની આવક

જૂનાગઢ,તા. 14
હાલ દ્રાક્ષની સીઝન લગભગ પૂર્ણ થયાના આરે છે. ચીકુની આવક પણ મોટા પ્રમાણમાં વંથલીના બગીચાઓમાંથી થઇ રહી છે. સાથે કેરી પણ બજારમાં મોટા પ્રમાણમાં આવી રહી છે ત્યારે વંથલીના ખ્યાતનામ રાવણા પણ બજારમાં આવી રહ્યા છે.

જો કે આ વર્ષે રાવણા મોડા બજારમાં આવ્યા છે. જે એપ્રિલ માસની શરુઆતમાં આવી જતા હોય છે જે એકાદ માસ મોડા આવ્યા છે જે વાતાવરણનું કારણ હોવાથી મોડી આવક થવા પામી છે.

દિલ્હીમાં વંથલીના રાવણાની મોટી માંગ છે. ગત વર્ષે 500થી 700 રુપિયા ભાવ કિલોના મળવા પામ્યા હતાં. વીજાપુરથી પ્રથમ આવક થવા પામી છે. રાવણા ડાયાબીટીસના દર્દીઓ ખાસ માંગે વધે છે.દિલ્હીના વેપારીઓ વંથલી આવી જાય છે. અમુક વર્ષ તો 1600થી 1700માં કિલોના ભાવે વહેચાતા હોવાનું જાણવા મળેલ છે. હાલ તો કોરોના અને પાક મોડો આવતાં 50 થી 60નાં કિલોમાં વહેચાય છે. પ્રથમ દિવસ 3 થી સાડા ત્રણ કિલોના ભાવે રાવણા વેંચાય છે.


Related News

Loading...
Advertisement