જૂનાગઢમાં તસ્કરોએ પરોઠા હાઉસના તાળા તોડી રસોઇ બનાવી ભરપેટ ભોજન કર્યું

14 May 2020 12:25 PM
Junagadh Saurashtra
  • જૂનાગઢમાં તસ્કરોએ પરોઠા હાઉસના તાળા તોડી રસોઇ બનાવી ભરપેટ ભોજન કર્યું

ભોજનનો જ સ્વાદ માણ્યો અન્ય કોઇ ચીજવસ્તુ ચોરી નહીં

જૂનાગઢ,તા. 14
છેલ્લા 50 દિવસથી સમગ્ર દેશમાં લોકડાઉન અમલમાં હોય તેમ જૂનાગઢમાં પણ સંપૂર્ણપણે લોકડાઉનમાં હોય ત્યારે જૂનાગઢમાં એક અજબ ગજબની ઘટના સામે આવી છે.

ગત તા. 5-5-2020ની રાત્રિનાં જુનાગઢના નામાંકિત ગણાતા વૈભવ ચોકમાં પૂર્વ કોંગી શહેર પ્રમુખ સ્વ. પ્રવિણભાઈ ટાંકનું ગજાનંન પરોઠા હાઉસ આવેલ છે ત્યાં રાત્રિનાં સમયે કોઇ તસ્કરોએ તાળા તોડી પરોઠા હાઉસમાં પ્રવેશી તસ્કરોને ભુખ લાગી હશે જેથી તેમણે ત્યાં પડેલા રાશન બટાટા તેલ સહિતની ચીજવસ્તુઓને લઇ જાતે રસોઇ બનાવી ભરપેટ જમી લીધાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે.

આ તસ્કરોએ જ્યાં ભોજન કર્યું ત્યાંથી એક ચીજવસ્તુની ચોરી ન કરી જતા રહ્યા હતાં. આ બનાવની જાણ થતાં ગજાનંન પરોઠા હાઉસનાં માલીક ટાંકભાઈએ ફરિયાદ ન કરવા જણાવ્યું છે. લોકડાઉનમાં ન માંગીને ખાઈ શકતાઓએ પેટની આગ બુઝાવવા માટે રસોઇ બનાવી પેટ ભર્યું હતું. એકપણ ઠામ વાસણ ગેસની બોટલ કે પણ લઇ ગયા નથી.


Related News

Loading...
Advertisement