સુરત: લોકડાઉન વચ્ચે શાકભાજી વેચતા ભાજપ કોર્પોરેટરનો વિડીયો વાયરલ

13 May 2020 06:48 PM
Surat
  • સુરત: લોકડાઉન વચ્ચે શાકભાજી વેચતા ભાજપ કોર્પોરેટરનો વિડીયો વાયરલ

ફોન પર ઓર્ડર લઈ પરિવારના સભ્યો ડીલીવરી કરતા

સુરત તા.13
સુરતમાં ભાજપ કોર્પોરેટનો શાકભાજીની ડીલીવરી કરતો વિડીયો વાયરલ થયો છે. જેમાં કોર્પોરેટર લોકડાઉનમાં શાકનું વિતરણ કરી રહ્યા છે તેવુ નજરે પડી રહ્યું છે. હાલ સુરતમાં લોકડાઉનની કડક અમલી થઈ રહી છે. જેમાં ખાસ રેડઝોન અને ક્ધટેઈનમેન્ટ વિસ્તારમાં તમામ સુવિધાઓ પર હાલ પ્રતિબંધ મુકાયો છે. શાકભાજીનો ઓર્ડર પર ઓનલાઈન થઈ રહ્યો છે.

ત્યારે સુરતના કોર્પોરેટર પુષ્પાબેન પટેલ લોકોનો ફોન પર શાકભાજીનો ઓર્ડર લઈ તેનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. પુષ્પાબેનના પરિવારના સભ્યો શાકભાજીની ડીલીવરી કરતા હતા. 50ના કિલો શાકભાજી વેચતા હતા. હાલ આ વિડીયોએ ચર્ચા જગાવી છે. વિડીયો કિલપ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રતિબંધ વચ્ચે ભાજપ કોર્પોરેટર, શાકનું વેચાણ કરતા હતા.


Loading...
Advertisement