વડોદરામાં ભાજપના વોર્ડ પ્રમુખે જન્મ દિવસની ઉજવણી કરી લોકડાઉનનો ભંગ કર્યો

13 May 2020 04:56 PM
Vadodara Gujarat
  • વડોદરામાં ભાજપના વોર્ડ પ્રમુખે જન્મ દિવસની ઉજવણી કરી લોકડાઉનનો ભંગ કર્યો

ટોળા ભેગા કરનાર વોર્ડ પ્રમુખ સહીત 8 લોકોની પોલીસે ધરપકડ કરી

જો નેતા જ લોકડાઉનની મજાક ઉડાવતા હોય તો પ્રજાની શું વાત કરવી? અત્રે ભાજપના વોર્ડ પ્રમુખ અનિલ પરમારે ટોળુ ભેગુ કરીને પોતાનો જન્મ દિવસ ઉજવીને લોકડાઉનની ધજજીયા ઉડાવી હતી. પોલીસે આ બારામાં વોર્ડ પ્રમુખ સહીત 8 લોકોની ધરપકડ કરી છે અને જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ તુલસીવાડીમાં ભાજપના વોર્ડ પ્રમુખ અનિલ પરમારે મ્યુઝીક સીસ્ટમના તાલે જન્મદીનની ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે રેડઝોન નાગરવાડા પાસે આવેલી તુલસીવાડીમાં પોતાના ઘરની બહાર રસ્તા ઉપર જન્મદીન ભાજપ વોર્ડ પ્રમુખે ઉજવ્યો હતો..


Loading...
Advertisement