કેશોદનાં વેપારીનો ગળાફાંસો ખાઈ આપઘાત

13 May 2020 01:36 PM
Junagadh
  • કેશોદનાં વેપારીનો ગળાફાંસો ખાઈ આપઘાત

બાંટવામાં પોલીસ કર્મીની ફરજમાં રૂકાવટ : ધમકી

જૂનાગઢ તા.13
મુળ કેશોદ અને તાલાલા ખાતે કાપડ અને રેડીમેઇડની દુકાન ધરાવતા રમેશગર પ્રેમગર મેઘનાથી (ઉ.33)એ કેશોદના વાસાવાડી ખાતે ત્રિલોકપરા ખાતે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતાં મોત નોંધાયું હતું. પરિવારજનો આ બનાવથી ભાંગી પડ્યા હતાં. કેશોદ પોલીસે તપાસ હાથ ધરી છે.

ફરજમાં રુકાવટ
બાંટવા પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા કિરણભાઈ કાન્તીલાલ કેલૈયા શિવાજી ચોકમાં તેમની ફરજ પર હતા ત્યારે નાનડીયા રોડ શાક માર્કેટ તરફથી

મોટર સાઈકલ
લઇને આવતા રબારી પરબત માંડા ગરચરને રોકતા આ શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને એએસઆઈને ધમકી આપી ફરજમાં રુકાવટ કર્યાની ફરિયાદ બાંટવા પોલીસ સ્ટેશનમાં એએસઆઈ કિરણભાઈ કેલૈયાએ નોંધાવતા બાંટવા પોલીસે તપાસ હાથ ધરી છે.

જુગારી ઝડપાયા
વંથલી તાબેનાં શાપુર ખાતે વંથલી પોલીસે દરોડો પાડતાં જુગટુ ખેલતા રવજી મંગા, ગૌરાંગ મંગા અને મનોજ રામને રુા. 4070 સાથે ઝડપી લીધા હતાં. જ્યારે ધીરુ કાળા અને ધીરુ વાલા નાસી છુટ્યા હતાં.


Loading...
Advertisement