કેશોદના લોકોએ હવે સતર્ક રહેવાની જરૂર

13 May 2020 01:34 PM
Junagadh
  • કેશોદના લોકોએ હવે સતર્ક રહેવાની જરૂર

જૂનાગઢ-માંગરોળમાં કોરોનાનો કેસ આવતાં

કેશોદ તા.13
તાજેતરમાં જૂનાગઢના મધુરમ અને માંગરોળમાં કોરોનાનો પોઝીટીવ એક કેસ આવતા જિલ્લાનું વહિવટી તંત્ર સજ્જ થયું છે અને હવે વધુ કોઇ કેસ બહારથી ન આવી જાય તે માટે તંત્ર દ્વારા સાવધાની રખાઇ છે. જૂનાગઢ બાયપાસ તથા કેશોદના બાયપાસ પાસેથી માંગરોળ તરફ જતા વાહનો અને લોકોની પુછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે હાલમાં જૂનાગઢ જિલ્લા તથા તાલુકામાં કોરોનાની એન્ટ્રીને લઇ તંત્ર સાવધાની પૂર્વક ઘ્યાન રાખી રહ્યું છે ત્યારે લોકો પણ બહાર જતાં ડીસ્ટન્સ જાળવે માસ્ક પહેરે સાથે પોતાની પરિવારની સમાજની ચિંતા રાખે તેટલી કાળજી રાખે તો પણ આપણે સુરક્ષીત છીએ.


Loading...
Advertisement