જૂનાગઢમાંથી 1450 શ્રમિકોની ટ્રેન મારફત વતન વાપસી

13 May 2020 01:31 PM
Junagadh
  • જૂનાગઢમાંથી 1450 શ્રમિકોની ટ્રેન મારફત વતન વાપસી

જૂનાગઢ તા.13
જૂનાગઢ ગત તારીખ 8મી મેના રોજ 1250 શ્રમીકોને મધ્ય પ્રદેશ રવાના કર્યા બાદ જુનાગઢ રેલ્વે સ્ટેશનથી ગત્ રાત્રે 1450 જેટલા શ્રમિકો સાથે મધ્યપ્રદેશનાં મેઘનગર જવા ત્રીજી ટ્રેન રવાનાં કરવામાં આવી હતી.

આ ટ્રેનમાં બેસતા મજુર પરિવારોમાં વતન પહોંચવા માટેનો આનંદ છલકાતો હતો. શ્રમીકોને બાળકો પરિવાર સાથે શ્રમિક ટ્રેનમાં ઘરવાપસીની તક મળી હતી. વંથલી, માણાવદર, અને માળીયા હાટીના તાલુકાનાં ખેતરોમાં રોજગારી મેળવતા આ શ્રમિકો ગુજરાત અને મધ્યપ્રદેશ સરકાર સાથે જિલ્લા વહિવટી તંત્રએ કરેલ વ્યવસ્થા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.


Loading...
Advertisement