જૂનાગઢ જિલ્લામાં ઘુસણખોરી યથાવત : વધુ 21 વ્યક્તિઓના ચોરી-છુપીથી પ્રવેશ

13 May 2020 01:21 PM
Junagadh
  • જૂનાગઢ જિલ્લામાં ઘુસણખોરી યથાવત : વધુ 21 વ્યક્તિઓના ચોરી-છુપીથી પ્રવેશ

જાહેરનામાનો ભંગ કરનાર 102 વ્યક્તિ સામે ગુનો દાખલ

જૂનાગઢ,તા. 13
સોરઠ પંથકમાં રોજબરોજ ગમે તે રીતે ગમે તે રસ્તેથી અન્ય રાજ્ય કે અન્ય જિલ્લામાંથી ઘુસી જાય છે. મંજુરી માટે સરકારે વ્યવસ્થા કરી છે છતાં અનેક લોકો વિના મંજુરીએ અન્ય રાજ્યો, જિલ્લામાંથી ઘુસી જાય છે, રાજસ્થાન-બરોડા-અમદાવાદ, અરવલ્લીમાંથી 21 લોકો જૂનાગઢ જિલ્લામાં ઘુસી જવા પામ્યા હતા તેની સામે પોલીસે કાર્યવાહી કરી છે.

જૂનાગઢમાં ઘરે ટયુશન ચલાવનારની ફરિયાદ મળતા પોલીસે તેની સામે કાર્યવાહી કરી હતી. માસ્ક ન પહેરી બીન જરુરી બહાર નીકળનારા જાહેરનામાનો ભંગ કરનાર 172 સામે ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટ જિલ્લામાં વીરપુરથી બે, વડોદરામાંથી ચાર જૂનાગઢમાં આવી ગયા હતાં. અરવલ્લીથી ભેંસાણનાં મુડામાં એક, અમદાવાદથી ખંભાળિયામાં એક, રાજસ્થાનથી 3, માળીયા હાટીના પાણીદ્રામાં સાત શખ્સો ઘુસી ગયા હતાં. 21 લોકો જૂનાગઢ અને જિલ્લામાં ઘુસણખોરી કરી ગયાની સામે ફરિયાદ નોંધાઈ છે.


Loading...
Advertisement