જૂનાગઢ જિલ્લામાં 48 કલાકમાં 88 દસ્તાવેજ નોંધણી ; 24 લાખની આવક : ઓનલાઈન પેમેન્ટ

13 May 2020 01:05 PM
Junagadh
  • જૂનાગઢ જિલ્લામાં 48 કલાકમાં 88 દસ્તાવેજ નોંધણી ; 24 લાખની આવક : ઓનલાઈન પેમેન્ટ

નવી દસ્તાવેજ પ્રક્રિયા માત્ર 15 મીનીટમાં નોંધણી કામગીરી પૂર્ણ

જૂનાગઢ,તા. 13
લોકડાઉનમાં રાજ્યમાં તમામ દસ્તાવેજ નોંધણની કચેરીઓ બંધ કરવામાં આવી હતી જેથી રિયલ એસ્ટેટની બજાર લગભગ ઠપ્પ થઇ ગઇ હતી.

છેલ્લા બે દિવસથી કચેરી ખુલવા પામતા દસ્તાવેજની નોંધણી કામગીરી શરુ થતાં જ 88 દસ્તાવેજ નોંધાયા છે ને 24 લાખની આવક સરકારને થવા પામી છે. હવેથી દસ્તાવેજ માટે ઓનલાઈન પેમેન્ટ ફરજીયાત કરાયું છે. જેના પગલે કચેરીનો સમય બચી જાય છે. માત્ર 15 મીનીટમાં દસ્તાવેજ નોંધણી થઇ જતાં વધુમાં વધુ અડધી કલાકમાં ફ્રી થઇ જવાય છે. અને કચેરીમાં ભીડ પણ થતી નથી.

જિલ્લા રજીસ્ટાર એમ.જે. સિંધવના જણાવ્યા મુજબ પ્રથમ દિવસે જિલ્લામાં પેમેન્ટ થકી કુલ 31 દસ્તાવેજોની નોંધણી થઇ હતી. જેમાં એક કલાકમાં શહેરની 3 કચેરીઓમાં 22 દસ્તાવેજો નોંધાયા હતાં. ગઇકાલે 49 દસ્તાવેજો નોંધાયા હતાં. જેમાં 28 એકલા જૂનાગઢના હતા બે દિવસ દરમિયાન કુલ 88 દસ્તાવેજની નોંધણી થઇ છે.મિલ્કતોની લે વેંચ ફરી શરુ થતા અર્થતંત્રની ગાડી પાટે ચડી જશે તેવી આશા બંધાણી છે.

દસ્તાવેજની પ્રક્રિયા
દસ્તાવેજ તૈયાર થયા બાદ ઓનલાઈન પેમેન્ટ કરવાનું, વકીલ મોટાભાગે અરજદારને કામ કરી આપે છે. પેમેન્ટ બાદ ચલણની પ્રિન્ટ કાઢી દસ્તાવેજ સાથે જોડવાનો, પેમેન્ટ થતાં જ નોંધણી માટે પસંદ કરેલો સમય ચલણમાં જ છપાઈ જાય છે. અરજદારે નોંધણીના 15 મીનીટ પહેલા સબરજીસ્ટાર કચેરીએ પહોંચી જવાનું અને દસ્તાવેજ આપી દેવાનો. સમય થતાં અરજદારને બોલાવી તેનો ફોટો પાડી અને 15 મીનીટમાં પુરું કી દેવાય છે. જો અડધી કલાક વધુ રોકાવ તો દસ્તાવેજની નકલ અરજદાર સાથે ત્યાંથી લઇને રવાના થઇ શકે.


Loading...
Advertisement