જૂનાગઢ કૃષિ યુનિ.કિટક શાસ્ત્ર વિભાગે તીડથી બચવા માર્ગદર્શન જાહેર કર્યુ

13 May 2020 01:00 PM
Junagadh
  • જૂનાગઢ કૃષિ યુનિ.કિટક શાસ્ત્ર વિભાગે તીડથી બચવા માર્ગદર્શન જાહેર કર્યુ

જૂનાગઢ તા.13
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કિટકશાસ્ત્ર વિભાગે ઉભા મોલને તીડ થી બચાવવા માર્ગદર્શન જાહેર કર્યું જેમાં કૃષિ યુનિ.ના કિટકશાસ્ત્ર વિભાગના સહ સંશોઘન વૈજ્ઞાનિક ડો.ડી.એમ.જેઠવાના જણાવ્યા મુજબ,આ તીડ મોટા ભાગની બઘાજ પ્રકારની વનસ્પતિ ખાઇ લે છે, અને જોત જોતામાં ઉભા મોલથી લહેરાતા ખેતરને ઉજ્જડ કરી દુષ્કાાળ સર્જી દે છે. તીડ એકજાતના તીતીઘોડા છે, જે ખુબ જ ઝડપથી વસ્તી વઘારો કરી ટોળા બનાવી કરોડોની સંખ્યામાં એક જગ્યાએ અને એક દેશમાથી બીજા દેશમાં સ્થળાંતર કરી માર્ગમાં જે કાંઇ લીલોતરી આવે તેને ખાઇ નાશ કરે છે હરીયાળા ખેતરોને ઉજ્જડ કરે છે.

પાકને નુકસાન પહોંચાડતા તીડના ઉપદ્રવ થી નિયંત્રણ માટે તજજ્ઞોના માર્ગદર્શન મુજબ તીડનુ ટોળું આવતુ હોવાના સમાચાર મળે કે તુરંતજ ગામમાં ઢોલ વગાડી કે સાદ પડાવી ગ્રામજનોને સાવઘ કરવા.દરેક ખેડુત પોતાના ખેતરમાં ઢોલ, થાળી,પતરાના ડબ્બા ખખડાવી ઘોંઘાટમય તીવ્ર અવાજ કરે જેથી તીડ નીચે ઉતરે નહી.ખેતરની આજુબાજુ સામૂહિક રીતે ગાઢ ઘુમાડો કરવો.સફેદ કપડા ફરકાવવાથી ટોળાંને ખેતરમાં બેસતુ અટકાવી શકાય.તીડ આવવાની ચેતવણી મળી હોય ત્યા ખેડુતોએ પોતાના પાકમાં લીંબોળીના મીંજનું દ્રાવણ બનાવી છાંટવુ. આ માટે 100 લીટર પાણીમાં 500 ગ્રામ મીંજ ઓગાળીને દ્રાવણ તૈયાર કરવુ.તીડ આવવાની ચેતવણીવાળા વિસ્તારોમાં કે ખેતરોમાં મેલાથીયોન ભૂકી છાંટવી.જો તીડ રાત્રી રોકાણ કરે તો કેરોસીનના કાકડા વડે સળગાવી અથવા ફલેમ થ્રોઅર વડે નાશ કરવો.


Loading...
Advertisement