જૂનાગઢમાં વેપારીને કઠણાઈ : દુકાનો ખોલવાની મંજૂરી મળી ત્યાં ગટર કામ માટે રસ્તો બંધ કરાયો

13 May 2020 11:07 AM
Junagadh
  • જૂનાગઢમાં વેપારીને કઠણાઈ : દુકાનો ખોલવાની મંજૂરી મળી ત્યાં ગટર કામ માટે રસ્તો બંધ કરાયો

એમ.જી. રોડ બંધ કરાતા અનેક વેપારીઓ પરેશાન

જૂનાગઢ,તા. 13
જૂનાગઢમાં લોકડાઉન થયું તેના દોઢ માસ ઉપરના સમયમાં અગાઉ કરેલ ગટરના પાઇપલાઈનમાં ખોદી નાખેલ તે રોડ આજની તારીખે મનપાએ બનાવવા નથી ત્યાં ચિતાખાના ચોકથી આઝાદ ચોક કાળવા ચોક સુધીનો રોડને ખોદી ગટરની પાઈપલાઈન બેસાડવામાં આવી કારણે એમજી રોડ આખો બંધ થઇ જવા પામ્યો છે.

25 માર્ચથી લોકડાઉન થયું હતું ત્યારબાદ 20 એપ્રિલથી આવા કામને મંજુરી મળી છે. 3 મેથી ગ્રીન ઝોનના કારણે વેપાર ધંધાની છુટ મળી છે જેથી લોકોને રાહતનો અહેસાસ થયો ત્યાં જ ચિતાખાના ચોકથી આઝાદ ચોક, એમ.જી. રોડ કાળવા ચોક સુધીના રોડને ગટરના પાઇપ માટે જેસીબી મુકી દેતાં રોડ બંધ થઇ જવા પામમતા 8મેથી 7 જુન સુધી વાહન વ્યવહારની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. કોમર્શિયલ દુકાનો, કોમ્પલેક્સની દુકાનો લોકડાઉનમાં છુટછાટ બાદ રોડ ખોદાતા બંધ થઇ જવા પામી છે.


Loading...
Advertisement