જૂનાગઢ જિલ્લામાં 24 કલાકમાં વધુ બે કેેસ પોઝિટીવ : આરોગ્ય તંત્ર એલર્ટ

13 May 2020 10:41 AM
Junagadh
  • જૂનાગઢ જિલ્લામાં 24 કલાકમાં વધુ બે કેેસ પોઝિટીવ : આરોગ્ય તંત્ર એલર્ટ

આંધ્રપ્રદેશથી માંગરોળ આવેલા યુવાનનો રિપોર્ટ પોઝિટીવ

જૂનાગઢ,તા. 13
લોકડાઉન શરુ થયા બાદ ત્રીજા લોકડાઉનની શરુઆત સુધી એટલે કે ગ્રીન ઝોનમાં આવે ત્યાં સુધી જૂનાગઢ જિલ્લો સો ટકા સુરક્ષીત હતો એક પણકેસ નોંધાયો ન હતો પરંતુ ગ્રીન ઝોન શરુઆત થતાં લોકોને આવવા જવાની છૂટછાટ અન્ય જિલ્લા-રાજ્યમાંથી મળતાં જ ભેંસાણ સીએચસીનાં તબીબ અને તેના પ્યુનને કોરોના પોઝીટીવ આવતાં તેઓને સઘન સારવાર બાદ હાલ તેના રિપોર્ટ નેગેટીવ આવી જતાં રજા આપી દેવામાં આવી છે.

ત્યાં મુંબઈથી આવેલા જય દેવશીભાઈ ખોડભાયા નામના યુવકને આગલી રાત્રિનાં કોરોના પોઝીટીવ આવ્યાનું બહાર આવતા તેની સારવાર આપવામાં ાવીરહી ત્યાં વધુ એક કેસ ગઇકાલે માંગરોળ ખાતે નોંધાયો છે, આંધપ્રદેશનાં અનંતપુરથી 23 લોકો ગત તા. 9-5નાં માંગરોળ આવેલ જેઓને પોરબંદર રોડ પર આવેલા મદ્રેસામાં ક્વોરેન્ટાઈન કરાયેલ હતાં. તે સમયે તાવ જણાતા બે વ્યક્તિના સેમ્પલ રિપોર્ટમાં મોકલાયેલ તેમાં 23 વર્ષના એક યુવાનને કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આમ 24 કલાકમાં બે કેસ પોઝીટીવ આવવા પામ્યા છે. 40 દિવસમાં એકપણ કેસ નોંધાયો ન હતો ત્યારે ગ્રીન ઝોનમાં આવતા જ કેસ નોંધાયા છે.


Loading...
Advertisement