ગીર જામવાળા રેન્જનાં હરમડીયા ગામની સીમમાં બાળાને દીપડાએ બચકુ ભર્યુ

12 May 2020 01:56 PM
Junagadh
  • ગીર જામવાળા રેન્જનાં હરમડીયા ગામની સીમમાં બાળાને દીપડાએ બચકુ ભર્યુ

દીપડાને પાંજરે પુરવા ગ્રામજનોની માંગણી

જૂનાગઢ,તા. 12
જામવાળા રેન્જ હેઠળ હરમડીયા ગામે ગત સાંજે દીપડાએ 7 વર્ષની બાળકીને બચકુ ભરી લીધું હતું. જેને તાત્કાલીક ગીર ગઢડા દવાખાને ખસેડવામાં આવી છે.

જામવાળાના ઘાંટવડ રાઉન્ડની હરમડીયા ગામે વાડી વિસ્તારમાં રહેતા ભગુભાઈ બારૈયાની 7 વર્ષની બાળકી અસ્મીતાબેન ગત સાંજે 6.30 કલાકે વાડીએ રમતી હતી ત્યારે અચાનક દીપડો ચડી આવ્યો હતો અને અસ્મીતાના જમણા ખંભે બચકુ ભરી ઉપાડી જવાની કોશિષ કરી હતી જ્યાં અન્ય લોકોએ હાકોટા પડકારા કરતા દિપડો ભાગી છુટ્યો હતો. બનાવની જાણ થતાં વન વિભાગનાં આરએફઓ સહિતનાં ઘટનાસ્થળે દોડી આવી આ દિવસે પાંજરે પુરવા માટે પાંજરાની ગોઠવણ કરવામાં આવી છે. સદનસીબે બાળકી બચી જવા પામી હતી.


Loading...
Advertisement