જૂનાગઢ જિલ્લામાં મધ્યાહન ભોજનના 1800થી વધુ કર્મીઓને છુટા કર્યાં

12 May 2020 01:52 PM
Junagadh
  • જૂનાગઢ જિલ્લામાં મધ્યાહન ભોજનના 1800થી વધુ  કર્મીઓને છુટા કર્યાં

લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં કર્મીઓ માથે આફત આવી પડી

જૂનાગઢ,તા. 12
મધ્યાહન ભોજન કર્મીના પ્રતિનિધિ મંડળનાં જૂનાગઢ જિલ્લાનાં પ્રતિનિધિ રમેસભાઈ કામલીયાના જણાવ્યા મુજબ મધ્યાહન ભોજન સંચાલકને માત્ર 1600 રુપિયા, રસોઇ બનાવનારને 1400, વાસણ સાફ કરનારને 500નું માસિક વેતન અપાય છે.

આવા વેતનમાં પરિવારનું તો શું પોતાનું પણ ગુજરાન ન ચાલે તે સમજી શકાય ત્યારે લોકડાઉનમાં ન મજુરીએ જઇ શકાય કામધંધા બંધ હોય હાલ દોઢ માસથી મધ્યાહન ભોજન પણ બંધ હોય ત્યારે રાજ્ય સરકાર સુફીયાણી સલાહ આપતી હતી કે કોઇ કારખાનેદાર કે પ્રાઈવેટમાં નોકરી કરતા કોઇને છુટ્ટા ન કરવા અને તેનો પગાર પણ ઘેર બેઠા આપવો ત્યારે ખુદ સરકાર જ મધ્યાહન ભોજનના કર્મીઓને છુટ્ટા કરી રહી છે. સરકાર 90,000 કમીઓને છુટા કરી દે છે તો પ્રાઈવેટ પેઢી કંપની કે વેપારીઓને શું કહેવું ? ખુદ કાયદા બનાવે અને ખુદ જ ભંગ કરે તેવો તાલ સર્જાયો છે.


Loading...
Advertisement