ભેંસાણના કોરોનામુક્ત તબીબ-પ્યુનનું ફૂલહારથી સ્વાગત : સમગ્ર પંથકમાં રાહત

12 May 2020 01:36 PM
Junagadh
  • ભેંસાણના કોરોનામુક્ત તબીબ-પ્યુનનું ફૂલહારથી સ્વાગત : સમગ્ર પંથકમાં રાહત

બંનેના પરિવારજનોનો રિપોર્ટ નેગેટીવ આવતા હળવાશ

જૂનાગઢ,તા. 12
ભેંસાણ સીએચસીના તળાવ તથા પટાવાળાને રિપોર્ટ નેગેટીવ આવતાં ગઇકાલે જૂનાગઢ સિવિલમાંથી રજા આપી દેવામાં આવી છે તેઓ બન્નેના પરિવારના પણ રિપોર્ટ નેગેટીવ આવતાં ભેંસાણ-વિસાવદર પંથકના લોકોએ રાહત અનુભવી છે.

ભેંસાણ સીએચસીના તબીબ ડો.પ્રતીક વેકરીયા અને પ્યુન નરેશ સુરુ ગતતા. 5નાં કોરોના પોઝીટીવ આવ્યો હતો. બન્નેને જૂનાગઢ સિવિલમાં દાખલ કરાયા તાં. બાદ બન્નેના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતાં.ડીડીઓ પ્રવિણ ચૌધરીના જણાવ્યા મુજબ તેમના પરિવારના રિપોર્ટ પણ નેગેટીવ આવ્યા છે જેથી ભેંસાણ અને વિસાવદર પંથકમાં રાહત થવા પામી છે.

ફૂલથી સ્વાગત કરાયું
કોરોનાને મ્હાત કરકનાર ભેંસાણ તબીબ ડો. પ્રતિકક વેકરીયા અને પ્યુન સહકર્મી નરેશભાઈ સુરુએ પાંચ દિવસમાં કોરોનાને મ્હાત આપી ડિસ્ચાર્જ થઇ ઘરે પહોંચતાં સ્થાનિક લોકોએ પુષ્પવર્ષા કરી સ્વાગત કર્યું હતું.


Loading...
Advertisement