જૂનાગઢ સુદામા પાર્ક સહિત અનેક સોસાયટીઓનો બફર ઝોનમાં સમાવેશ : 643 ઘરો નજર કેદ

12 May 2020 01:19 PM
Junagadh
  • જૂનાગઢ સુદામા પાર્ક સહિત અનેક સોસાયટીઓનો બફર ઝોનમાં સમાવેશ : 643 ઘરો નજર કેદ

દુધ, શાકભાજી, દવા સહિતની ચીજવસ્તુઓની મનપાને જવાબદારી સોંપાઇ

જૂનાગઢ તા.12
જુનાગઢ મધુરમ વિસ્તારમાં ગઈકાલે યુવાન કોરોના પોઝિટિવ આવતા આ વિસ્તારની છ જેટલી સોસાયટીને કન્ટેઈનમેન્ટ અને બફર ઝોન જાહેર કરવામાં આવી છે જો કે ગઇકાલે કોરોના પોઝિટિવ કેસ દેખાતા વહીવટી તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી જિલ્લા તેમજ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગની ટીમો ના સતત મોનિટરિંગ વચ્ચે આ વિસ્તારને ગઈકાલથી મષ ભજ્ઞમફક્ષ કરવામાં આવ્યો હતો આજે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડી આ વિસ્તારને કન્ટેઈનમેન્ટ અને બફર ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

મુંબઈ થી જૂનાગઢ આવેલા યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જે મધુરમ વિસ્તારના પ્રિયંકા પાર્ક 2 વિસ્તારમાં આ યુવાન રહેતો હતો તે વિસ્તાર સહિત આસપાસની સોસાયટીને સરકાર શ્રી તેમજ રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ની ગાઈડલાઈન મુજબ કોરોનાવાયરસ સંક્રમણ વધુ ન ફેલાય તે માટે જાહેર હિતમાં અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું જેમાં મધુરમ વિસ્તારના વ્રજ વાટીકા સોસાયટી પ્રિયંકા પાર્ક 2 વેસ્ટર્ન પાર્ક ટાઉનશિપ સહિતની સોસાયટીના 118 ઘરોમાં વસતા આશરે 500 જેટલા લોકોના વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે જ્યારે સુદામા પાર્ક 2 પ્રિયંકા પાર્ક 1 અને 2 વેસ્ટર્ન પાર્ક વ્રજ વાટીકા 1 અને 2 માં આશરે 525 ઘરોમાં વસતા 2600 લોકો નો બફર ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો તેમજ આ લોકોને દૂધ શાકભાજી દવા સહિતની જીવન જરુરિયાતની વસ્તુઓ મળી રહે તે માટે મહાનગરપાલિકા જૂનાગઢ તેમજ ઇન્સીડન્ટ કમાન્ડર અને પ્રાંત અધિકારી જુનાગઢ ને જવાબદારી સોંપવામાં આવી હતી.


Loading...
Advertisement