જૂનાગઢમાં બહારના જિલ્લામાંથી પ્રવેશતા લોકોને ભવનાથમાં ક્વોરન્ટાઈન કરવા માંગ

12 May 2020 01:00 PM
Junagadh Saurashtra
  • જૂનાગઢમાં બહારના જિલ્લામાંથી પ્રવેશતા લોકોને ભવનાથમાં ક્વોરન્ટાઈન કરવા માંગ

ભાજપના જ એક આગેવાને મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો

જૂનાગઢ,તા. 12
હવે જૂનાગઢમાં વધુ ચેપ ન ફેલાય તે માટે બહારથી આવતા લોકોને ફરજીયાત ભવનાથ વિસ્તારમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સોરઠવાસીઓએ 50 દિવસના લોકડાઉનમાં એકપણ કેસ થવા દીધો ન હતો. બાદ ગ્રીન શ્રેણીમાં બહારથી લોકોને આવવાની છૂટ આપતા લોકડાઉન ઉપર પાણી ફેરવી નાખ્યું છે.

મુંબઈથી મધુરમ (જૂનાગઢ) આવેલ 25 વર્ષનો જય દેવશીભાઈનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. 8મીના લક્ષણ જણાતા તેના સેમ્પલ લેવામાં આવેલ બાદ આંધ્રપ્રદેશના અનંતપુરથી આવેલા અન્ે માંગરોળ મદ્રેસામાં રહેતો મુસ્લિમ શખ્સનો રિપોર્ટ પણ ગઇકાલે કોરોના પોઝીટીવ આવ્યો છે.હવે કોરોનાનો ચેપ જૂનાગઢમાં ન ફેલાય તે માટે બહારથી મંજુરી લઇને આવતા તમામ લોકોનાં આરોગ્યની તપાસ કરી લક્ષણ હોય કે ન હોય ફરજીયાત ભવનાથ વિસ્તારમાં કવોરેન્ટાઈન રાખવાની માંગ ઉઠી છે
જેની ભાજપના એક આગેવાનો મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે 15 મે સુધી એક પણ કેસ જૂનાગઢમાં ન હતો.પરંતુ પાંચ દિવસમાં કેસો નોંધાયા છે જેનો રોષ જોવા મળી રહ્યો છે.


Related News

Loading...
Advertisement