યુઝર્સની પ્રાઈવસીનું ઉલ્લંઘન ફેસબુકને મોંઘુ પડયું: રૂા.4125 કરોડનું વળતર ચૂકવવું પડશે

11 May 2020 04:59 PM
India Technology
  • યુઝર્સની પ્રાઈવસીનું ઉલ્લંઘન ફેસબુકને મોંઘુ પડયું: રૂા.4125 કરોડનું વળતર ચૂકવવું પડશે

ફોટો ટેગીંગ ટુલથી યુઝર્સના બાયોમેટ્રીક ડેટા ચોરવાનો ફેસબુક સામે આરોપ હતો: કંપનીએ અદાલતની બહાર સમાધાન કર્યું

સાન ફ્રાન્સીસ્કો તા.11
પ્રાઈવસીના ભંગના મુદે સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ફેસબુક ફરી વિવાદમાં આવ્યું છે. યુઝર્સની પ્રાઈવસીના ભંગ મુદે કંપનીને લગભગ 55 કરોડ ડોલર (લગભગ 4125 કરોડ રૂપિયા)માં સમાધાન કર્યું છે. આ યુઝર્સે ફેસબુક સામે કરેલી અરજીમાં સોશ્યલ મીડીયા કંપની પર એક ફોટો ટેગીંગ ટુલ દ્વારા બાયોમેટ્રીક ડેટા ચોરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

સૌથી મોટુ સમાધાન
આ સમાધાન અદાલતની બહાર થયું છે. ફેસબુકે ટ્રાયલથી બચવા 550 મિલિયન ડોલરના સમાધાનની ઓફર કરી હતી. જે ફેસબુક યુઝર્સે ફેસબુક સામે કલાસ એકશન શૂટ રજૂ કરેલું. તેમના વકીલોએ કહ્યું હતું કે કેસ કરનાર લોકોને વ્યક્તિગત કલેમ અનુસાર 150 ડોલરથી 300 ડોલર અથવા 15થી લઈને 30 ટકા વચ્ચે ક્ષતિપૂર્તિ મળશે. આ સમાધાન યુ.એસ.ક્નઝયુમર પ્રાઈવસી કલાસ એકશન સૂટના ઈતિહાસમાં સૌથી મોટું સમાધાન છે. આ પહેલા કોઈને આવડું મોટું વળતર નથી મળ્યું.

આ કલાસ એકશન સૂટ વિષે માહિતી મેળવીએ તો અમેરિકી કાયદા મુજબ કેટલાક લોકો સાથે મળીને કોઈ કંપની સામે કેસ કરી શકે છે. જો તે જીતી જાય તો તે કેસના આધારે અન્ય લોકો પણ લાભ મેળવવાના હકદાર બની જાય છે.

આ કેસમાં પ્રાઈવસીના ભંગની વિગતો જોઈએ તો ફેસબુક યુઝર્સ પોતાના ફોટામાં બીજાને ટેગ કરી શકે છે ટેગ કરવા પર ફેસબુક એ યુઝરના પ્રોફાઈલ પર એક લિંક બનાવે છે. ફેસબુકનો ફોટો ટેગ સૂચન અન્ય તસ્વીરોથી ફેસીયલ રેકગ્નીશન ડેટા મેળવવા પર આવે છે. અદાલતે આ બાબતને અદાલતે પ્રાઈવસીનું ઉલ્લંઘન માન્યું છે. આ કિસ્સામાં કંપનીએ 55 કરોડ ડોલર (રૂા.4125 કરોડ)નું વળતર 180 દિવસમાં ચૂકવવાનું અદાલતે ફેસબુકને જણાવ્યું હતું.

સુરક્ષા માટે આ રહી કેટલીક ટીપ્સ
ફેસબુકમાં સુરક્ષા માટે કેટલીક સાવધાની રાખવી જરૂરી છે, જે મુજબ ફેસબુક પર લોગ ઈન કરી સેટીંગમાં જઈને એપ, વેબસાઈટ અને પ્લગ ઈન માટે નીચે નજરે પડતા એડીટ બટન પર કલીક કરી ત્યારબાદ તેને પ્લેટફોર્મમાંથી ડીસએબલ કરી નાખો. આ ઉપરાંત એકાઉન્ટમાંથી જન્મ તારીખ, ફોન નંબર, હટાવી લો. ખાનગી તસ્તવીરો શેર ન કરો. ફેસબુક પર કોઈપણ પ્રાઈવેટ પેજ પર લાઈક કર્યુ તો સમય પર તેને અનલાઈક કરો. કોઈ કંપની, સર્વિસ કે થર્ડ પાર્ટી એપ માટે રજીસ્ટ્રેશન ન કરો. થર્ડ પાર્ટી પર ન જાવ.


Loading...
Advertisement