જૂનાગઢ શહેરમાં કોરોના પોઝિટીવ કેસના પગલે ત્રણ સોસાયટીઓ શીલ : ફફડાટ

11 May 2020 12:24 PM
Junagadh
  • જૂનાગઢ શહેરમાં કોરોના પોઝિટીવ કેસના પગલે ત્રણ સોસાયટીઓ શીલ : ફફડાટ

જૂનાગઢ,તા. 11
જૂનાગઢ વંથલી રોડ પર આવેલ મધુરમ વિસ્તારમાં નાગરિક બેન્ક સોસાયટી સુદામા પાર્ક, પ્રિયંકા પાર્ક સહિતના વિસ્તારને કવોરેન્ટાઈન કરી દેવામાં આવ્યો છે. ચોતરફ રેલીંગની આડશો પથ્થરોની આડશ ખડકી દેવામાં આવી છે. તમામ વિસ્તારને શીલ કરી દેવાયો છે. કોઇને ઘર બહાર નીકળવા દેવામાં આવતું ન હોવાનું જાણવા મળેલ છે.

એક મળતી વિગત મુજબ મુંબઇથી આવેલ જય દેવશીભાઇ ખોડભાયા ઉ.25 શનિવારનાં તેમને તાવ હોવાથી પોતે ક્વોરેન્ટાઈન હોવા છતાં પોતે જાતે બજારમાં નીકળીને મેડીકલ સ્ટોર ટીંબાવાડી મધુરમ વિસ્તારમાં નીકળી દવા લેવા ગયેલ હતો એક મેડીકલ સ્ટોરના દુકાનદારે યુવાને માંગેલી દવા પોતાના મેડીકલમાં ન હોવાથી નાપાડી દીધી હતી. આ યુવાન જય દેવશીભાઈ ખોડભાયાના હાથમાં 500ની નોટ લઇને દવા લેવા આવ્યાનું જાણવા મળેલ છે. આ હોમ કવોરેન્ટાઈનમાં રાખેલ યુવાન કેટલી કેટલી જગ્યાએ ગયો હતો ? કોને કોને મળ્યો હતો તેની તપાસ જરુર બની હોવાનું આ વિસ્તારના લોકોએ માંગ કરી છે.


Loading...
Advertisement