શિશુ માટે કોરોના સામે ઢાલ બને છે માનું દુધ!

11 May 2020 11:18 AM
India Woman World
  • શિશુ માટે કોરોના સામે ઢાલ બને છે માનું દુધ!

ન્યુયોર્કનાં ઈકેન સ્કુલ ઓફ મેડિસીનનાં સંશોધનમાં ખુલાસો: માતાના દુધમાં હાજર એન્ટી બોડીઝ નવજાતને કોરોના સહિત અનેક મોટી બિમારીઓથી બચાવવામાં મદદરૂપ

ન્યુયોર્ક તા.11
માતાનું દુધ નવજાત શિશુ માટે અમૃત સમાન હોય છે જે માત્ર બાળકનું પોષણ જ નથી કરતું પણ અનેક બિમારીઓથી તેની રક્ષા પણ કરે છે. એક સંશોધન મુજબ કોરોના વાઈરસ સામે પણ માતાનું દુધ બાળકને રક્ષા આપે છે.

ન્યુયોર્કનાં ઈકેન સ્કુલ ઓફ મેડીસીનનાં વિશેષજ્ઞોનું કહેવુ છે કે, માતાનાં દુધમાં તે એન્ટી બોડીઝ મળ્યા છે જે શિશુને સંક્રમણથી બચાવે છે. સંક્રમણ દરમ્યાન અથવા સંક્રમણ બાદ મા શિશુને સ્તનપાન કરાવી શકે છે. કારણ કે દુધથી શિશુને સંક્રમણ નથી થઈ શકતું.

માઉન્ટ સિજાઈ સ્કુલ ઓફ મેડીસીનમાં આસીસ્ટન્ટ પ્રોફેસર રિબેકા પાવેલ અને તેમની ટીમે સંશોધનથી જાણ્યું કે માના દુધમાં કોરોના સાથે લડવાની ઉચ્ચ સ્તરની ક્ષમતા હોય છે ટીમ હવે એ જાણકારી મેળવી રહી છે કે તેમાં વાયરસ સાથે લડવાની કેટલી ક્ષમતા હોય છે અને શું તેમાં વાયરસ સાથે લડવાનું નિદાન શોધી શકાય છે?

નિષ્ણાંતોનું કહેવુ છે કે માના દુધમાં મોજુદ એન્ટી બોડી કોરોના સામે લડવામાં મદદરૂપ થઈ શકે છે પણ હજુ તેનુ ઘણુ અધ્યયન કરવાનું બાકી છે. ઉલ્લેખનીય છે કે પાવેલે 15 મહિલાઓ પર અધ્યયન કર્યુ હતું. 80 ટકા મહિલાઓમાં તે એન્ટીબોડીઝ મળી આવી હતી જે ફલુ જેવી બિમારીઓનાં વાયરસ સાથે લડવામાં સક્ષમ છે.
ડોકટરોનાં કહેવા મુજબ જો બાળક બિમારી હોય કે કોરોના સંક્રમીત હોય તો પણ માએ પુરી સાવધાની સાથે શિશુને જરૂર પોતાનું દુધ આપવુ જોઈએ.

ચમત્કાર! માના દુધથી બાળક 13 દિ’માં કોરોનાથી સાજુ થયુ
તાજેતરમાં યુપીનાં બસ્તી જીલ્લામાં એક નવજાત શિશુનો કોરોના પોઝીટીવનો રીપોર્ટ આવ્યો હતો તેને માની સાથે ગોરખપુરની મેડીકલ કોલેજમાં દાખલ કરાયા હતા. બાળકનું સંક્રમીત હોવા છતાં મા તેને પોતાનું દુધ પીવડાવતી હતી.

ડોકટરોનું કહેવુ છે કે માના દુધથી વધેલી આત્મ-પ્રતિરક્ષાના કારણે બાળક કોઈપણ દવા વિના માત્ર 13 દિવસમાં કોરોનાથી મુકત થઈ ગયુ હતું. ડોકટરોનું કહેવુ છે કે જન્મના એક કલાકમાં આપવામાં આવતી પ્રથમ રસી માનુ દુધ હોય છે જે તેને કોરોના જેવી અનેક બિમારીથી બચાવી શકાય છે.


Loading...
Advertisement