ગીરમાં છ સિંહોના મોત બેબેસિયા રોગથી થયાનું વનવિભાગનો આખરે સ્વીકાર

09 May 2020 01:55 PM
Junagadh Saurashtra
  • ગીરમાં છ સિંહોના મોત બેબેસિયા રોગથી થયાનું વનવિભાગનો આખરે સ્વીકાર

છ સાવજો નોર્મલ થતા જંગલમાં મુકત કરાયા : હજુ આઠ સિંહબાળો નજર કેદમાં

જૂનાગઢ તા.9
ગીરની તુલસીશ્યામ રેન્જ અને તેની આસપાસના વિસ્તારો છેલ્લા કેટલાક સમયથી ટપોટપ સિંહના મૃત્યુ થઈ રહ્યા છે જ્યારે આ મામલે પ્રકૃતિ પ્રેમીઓએ કોઈ ભેદી રોગચાળાની આશંકા વ્યક્ત કરેલ પરંતુ અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના આ બાબતે સંયુક્ત રીતે કામ કરી રહેલા વનવિભાગે અત્યાર સુધી ભેદી રોગચાળા અંગે નનૈયો ભણ્યો હતો પરંતુ રહી રહીને સિહો માં બેબેસિયાનો રોગચાળો ફેલાયો હોવાનું કબુલ્યુ છે જોકે છેલ્લા ઘણા સમયથી ગીર પૂર્વમાં 21 જેટલા સાવજોના મૃત્યુ થયા અંગેનું જાણવા મળ્યું છે.

હાલ વન વિભાગ પ્રકૃતિ પ્રેમીઓના ગળે ન ઉતરે તે રીતે છ સાવજો આ રોગચાળાના કારણે મૃત્યુ થયા હોવાનું રટણ કરી રહ્યું છે બાકીના સાવજોના મોત ને સાપ કરડવા વૃદ્ધાવસ્થા જેવા કારણો દેખાડવામાં આવ્યા છે બેબેસિયા ઈતરડી થી ફેલાતો હોવાનું તજજ્ઞોનું તારણ છે બેબેસિયા લાગુ પડવાથી સિંહના શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટી જાય છે આ અગાઉ પણ તુલસીશ્યામ રેન્જમાં સાવજોના એક ગ્રુપમાં ભેદી રોગચાળા ના લક્ષણો દેખાતા એક નરસિંહ પાંચ માદા સિંહણ અને આઠ સિંહબાળો ને પાંજરે પુરી જસાધાર એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી નરસિંહ અને પાંચ માદાઓ સહિત છ સાવજો સાજા થતાં ફરી જંગલમાં મુક્ત કરવામાં આવ્યા હોવાનું સૂત્રો પાસેથી વિગતો પ્રાપ્ત થઇ રહી છે.

જોકે હજુ આઠ સિંહબાળો પાંજરામાં છે વન વિભાગ પોતાની આબરૂ બચાવવા દર વખતની જેમ આંકડાઓ છુપાવી રહ્યા હોવાનું પ્રકૃતિ પ્રેમીઓ નું માનવું છે કેન્દ્ર સરકારની વન અને પર્યાવરણ સમિતિએ તત્કાલ જંગલ વિસ્તારમાં સિંહોની સંખ્યા તેમજ સિંહોના મૃત્યુ અંગેના કારણો ની ચોકસાઈ કરવી જોઈએ આ અંગે પારદર્શક તપાસ થાય તેવી પશુ પક્ષી મંડળો દ્વારા માંગણી કરી પત્ર પાઠવવામાં આવ્યો છે.


Related News

Loading...
Advertisement