જૂનાગઢ રેલવે સ્ટેશનથી આજે 1250 પરપ્રાંતિય શ્રમિકોને વતન રવાના કરાશે

08 May 2020 12:03 PM
Junagadh
  • જૂનાગઢ રેલવે સ્ટેશનથી આજે 1250 પરપ્રાંતિય શ્રમિકોને વતન રવાના કરાશે

કેશોદ પંથકના મજૂરોને બસ મારફત જૂનાગઢ લવાશે

જૂનાગઢ,તા. 8
એમપી,યુપી બિહાર ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી શ્રમજીવીઓ વર્ષોથી ખેતીકામ માટે કારખાનાઓ, ફેકટરીઓ, કંપનીઓમાં લાખોની સંખ્યામાં સૌરાષ્ટ્ર કચ્છ કાઠીયાવાડમાં આવે છે પરંતુ હાલ કોરોના વાઈરસનાં કારણે ધંધા રોજગાર સંપૂર્ણ બંધ હોય જેથી આ શ્રમજીવી ઓને પરત વતન જવાનું હોય તેના માટે આજે રાત્રિનાં જૂનાગઢ જવા રવાના થસે. આ શ્રમજીવીઓ કેશોદ તાલુકાના છે તેઓને બસ મારફત જૂનાગઢ લાવવામાં આવ્યા બાદ રાત્રિનાં 10 કલાકે ટ્રેન એમપી જવા રવાના થશે. આવતીકાલે તા. 9-નાં પણ વિશેષ ટ્રેન એમપી, યુપી, રાજસ્થાન, બિહારનાં 16 હજારથી વધુ શ્રમજીવીઓ માટે ખાસ ટ્રેન દોડશે.

જૂનાગઢ જિલ્લામાં ખેતીના કામમાં એમપીના શ્રમજીવીઓ વધારે છે. જેથી આજે તા. 8-9-10નાં ચાર દિવસ શ્રમજીવીઓ માટે વિશેષ ટ્રેન જૂનાગઢથી ઉપડશે. આ શ્રમજીવીનો ખર્ચ એમપી સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે. હાલ આ વ્યવસ્થા કરવામાં આવતા શ્રમજીવીઓમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે.


Loading...
Advertisement