માણાવદર સરકારી ગોડાઉનમાં 440 ગુણી તુવેર રીજેકટ : રેશન કાર્ડમાં વિતરણ કરવુ અશકય

08 May 2020 11:58 AM
Junagadh
  • માણાવદર સરકારી ગોડાઉનમાં 440 ગુણી તુવેર રીજેકટ : રેશન કાર્ડમાં વિતરણ કરવુ અશકય

સરકારને અખાદ્ય તુવેર ધાબડી દેનાર પેઢીને નોટીસથી ચકચાર

જૂનાગઢ તા.8
તાજેતરમાં લોકડાઉનમાં સરકાર દ્વારા દરેક રેશનકાર્ડ ધારકોને અનાજ વિતરણ કરવામા આવી રહ્યુ છે જેમા એક પેઢી દ્વારા તુવેરનો જથ્થો અખાદ્ય હોય તે ધાબડી દેતા જેની જાણ ગાંધીનગર સુધી ફોન રણકી ઉઠયા હતા.

આ અંગે સ્થાનિક પ્રશાસને આ જથ્થો અખાદ્ય હોવાનો રીપોર્ટ આપ્યો છતાં હજુ સુધી કોઈ પગલા નહી લેવાતા ભારે ચર્ચા જાગી છે. જૂનાગઢ જિલ્લામા ફરી એક સરકારી અનાજનુ કૌભાંડ સામે આવ્યુ છે, અગાઉ ટેકાના ભાવે મગફળીમા કૌભાંડ, કેશોદમા નબળી ગુણવતાવાળી તુવેર ધાબડી દેવાનુ પ્રકરણ બાદમાં ફરી ટેકાના ભાવે મગફળી ખરીદી કૌભાંડ, વિસાવદરમાં રાજસ્થાનની મગફળી ખરીદી કૌભાંડ - આમ જૂનાગઢ જિલ્લામાં કૌભાંડોની હારમાળા સર્જાયેલ જેમા વધુ એક એવો મામલો સામે આવ્યો છે. ગરીબ, મધ્યમ વર્ગના લોકોને હાલ કોરોના મહામારી વચ્ચે આપવામા આવતો અનાજનો અખાદ્ય જથ્થો ધાબડી દીધાનુ સામે આવ્યુ છે.

માણાવદર વિસ્તારમાં આશરે 21 હજાર જેટલા રેશનકાર્ડ ધારકોને અનાજ વિતરણ કરવા માટે નાગરિક પુરવઠા નિગમ દ્વારા સુચિત કરેલી અલગ અલગ પેઢીઓ મારફત અનાજનો જથ્થો આપવામા આવ્યો છે પરંતુ અહીં અમદાવાદની પ્રકાશ એગ્રો મીલ્સ દ્વારા આપવામા આવેલો તુવેરનો જથ્થો શંકાસ્પદ જણાય આવ્યો છે. બે દિવસ પહેલા અહીંના મામલતદાર, ગોડાઉન મેનેજરે સરકારી ગોડાઉનમા પડેલી તુવેરના જથ્થાની ચકાસણી કરતા આ તુવેરમાં ધૂળ કાંકરા હોવાનુ સામે આવ્યુ હતુ.આ અંગે રોજકામ કરી સરકારમા રીપોર્ટ કરીને જે તે પેઢીને આ જથ્થો તાત્કાલીક ઉપાડી લેવા માટે નોટીસ પણ આપી હતી છતા હજુ સુધી તેનો અમલ થયો નથી. હાલ અહી 440 બોરી અખાદ્ય તુવેર હોવાનુ સામે આવ્યુ છે.


Loading...
Advertisement