ભેંસાણમા કોરોના પોઝીટીવના પગલે લેવાયેલા સેમ્પલોનો રીપોર્ટ નેગેટીવ

08 May 2020 11:54 AM
Junagadh
  • ભેંસાણમા કોરોના પોઝીટીવના પગલે લેવાયેલા સેમ્પલોનો રીપોર્ટ નેગેટીવ

4800 ઉપર લોકોને હોમ કવોરન્ટાઈન કરાયા

જૂનાગઢ તા.8
જૂનાગઢ જિલ્લામા ભેંસાણ તબીબ અને તેના પ્યુનના બે કેસ પોઝીટીવ આવ્યા બાદ રોજબરોજ સેમ્પલો લેવામા આવી રહ્યા છે. કુલ 4800 ઉપરના લોકોને કવોરન્ટાઈન કરાયા છે. 88 સેમ્પલોનો રીપોર્ટ નેગેટીવ બાદ 69 સેમ્પલનો રીપોર્ટ પેન્ડીંગ હતો તે પણ નેગેટીવ આવ્યાનુ જાણવા મળેલ છે.

ગઈકાલે ભેંસાણમાંથી 22, જૂનાગઢ શહેરમાંથી 2, ગ્રામ્યમાંથી 1, મેંદરડા-માંગરોળમાંથી બબ્બે સહિત કુલ 39 સેમ્પલો મોકલાયા છે. ગઈકાલે જૂનાગઢ જિલ્લામાં 2243 મહિલા, 2566 પુરૂષ મળી કુલ 4800ને પાર થઈ ગઈ છે.


Loading...
Advertisement