96% ગર્ભવતી કોરોનાગ્રસ્ત મહિલાઓને ન્યુમોનીયા: 16 દેશોના 441 કેસોના અભ્યાસમાં ખુલાસો

07 May 2020 02:55 PM
India Woman
  • 96% ગર્ભવતી કોરોનાગ્રસ્ત મહિલાઓને ન્યુમોનીયા: 16 દેશોના 441 કેસોના અભ્યાસમાં ખુલાસો

સમય કરતાં વહેલી પ્રસૂતિનો દર સામાન્ય કરતા બમણો માત્ર 8% બાળકોમાં વાયરસનું સંક્રમણ: રાહતની વાત

મુંબઈ તા.7
16 દેશોના કોરોના સંક્રમીત 441 ગર્ભવતી મહિલાઓના અભ્યાસમાં જણાયું છે કે એમાંથી 96% ને ન્યુમોનીયા હતો. 37 સપ્તાહના પ્રસૂતિસમુ પહેલા કોરોનાગ્રસ્ત 26% પ્રસુતાઓને સમય પહેલાં પ્રસૂતિ થઈ હતી. સામાન્ય રીતે પ્રસૂતિના પૂર્ણકાળ પહેલાં 13.6% બાળકો જન્મે છે, એ જોતાં આ દર બમણો છે. અભ્યાસમાં નવ પ્રસૂતાના અને 6 બાળકો મૃત જુમ્યા હોવાનું અને ચાર નવજાતના મોત થયા હતા.

રસપ્રદ વાત એ છે કે માત્ર 50% કેસોમાં પ્રસુતાઓ કોરોનાના એપી સેન્ટરમાં અથવા એપી વ્યક્તિના સીધા સંપર્કમાં હતી. બાકીના કેસોમાં કોમ્યુનીટી સંક્રમણ થયાનું જણાયું છે.

ગર્ભવતી મહિલાઓમાં ઈમ્યુન સિસ્ટમ બદલાઈ છે અને ડોકટરો મુંઝાયા છે કે કોરોના વાયરસની તેમના પર કઈ-કેવી અસર થઈ છે. વિશ્લેષણમાં જણાયું છે કે જુદા જુદા દેશોમાં ગર્ભવતી મહિલાઓમાં તાવ (56%) કફ (43%) અને સ્નાયુમાં દુખાવો-માયેલજીયા (19%) જેવા લક્ષણો જોવા મળ્યા હતા. 18% પ્રસુતાઓને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. સહબીમારીઓમાં, હાઈપરટેન્શન સૌથી વધુ કોમન (10%) હતું. એ પછી ગર્ભાવસ્થાનો ડાયાબીટીસ (9%) જોવા મળ્યો હતો. 90% ડિલીવરી બી સેકસન (શસ્ત્રક્રીયા) કરીને થઈ હતી. ન્યુમોનીયા સાથેના બાળકો સતિના મોટી સંખ્યામાં નવજાતને આઈસીયુ કેસની જરૂર પડી હતી.

ગર્ભવતી મહિલાઓમાં પણ કોરોનાનો કોઈ લક્ષણો જોવા મળ્યા નહોતા. લગભગ 50% અસિમ્પ્ટોમેટીક અથવા સામાન્ય બીમારી હતી અને ડિલીવરી સમયે જ કોરોનાનું નિદાન થયું હતું. આઈસીએમઆર- એનઆઈઆરઆરએચના ડાયરેકટર ડો. સ્મિતા મહાસંઘે ડોકટરોને ગર્ભવતી મહિલાઓ અને તેમના નવજાતની સંભાળ લેતી વખતે યોગ્ય ગાઈડલાઈન્સ ઘડવા- અનુસરવા જણાવ્યું છે. રાહતની વાત એ છે કે માતા કોરોનાગ્રસ્ત હોવા છતાં માત્ર 8% કેસોમાં નવજાતને વાયરસનું સંક્રમણ થયું હતું.


Loading...
Advertisement