ત્વચાની બીમારીને કારણે બ્લેક લેબ્રેડોર રિટ્રીવર સફેદ થઇ રહ્યો છે

07 May 2020 10:57 AM
Health India
  • ત્વચાની બીમારીને કારણે બ્લેક લેબ્રેડોર રિટ્રીવર સફેદ થઇ રહ્યો છે

ચમકદાર રુંવાટી સાથે જન્મેલો કાળો લેબ્રેડોર રિટ્રીવર પ્રજાતિનો બ્લેઝ નામનો ડોગી ધીમે ધીમે સફેદ થઇ રહ્યો છે એના જીવનનાં મોટા ભાગનાં વર્ષો એ કાળા જ રંગનો હતો પરંતુ જસ્ટ ગયા વર્ષે એના માલિક બેઝનાં કાન પાસે સફેદ રંગનો એક નાનકડો ધબ્બો જોયો. શરુમાં તો તેણે વિશેષ ધ્યાન ન આપ્યું પણ ધીમે-ધીમે આ ડાઘનું કદ વધતું ગયું. થોડા સમયમાં દર વર્ષના બ્લેઝનો ચહેરો અને શરીરનો મોટો ભાગ સફેદ થવા લાગ્યો. પહેલા એનો કોલર પુરો થઇ ગયો હતો. બ્લેઝનો સંપૂર્ણપણે સફેદ થયેલો ફોટો ઇન્ટરનેટ પર વાઈરલ થયો છે. જેને અત્યાર સુધીમાં હજારો લાઈક્સ અને કમેન્ટ મળી છે.

અગત્યની વાત એ છે કે એની સાથે જન્મેલ હોય ડોગીઓ હજી એક જ કલરના છે એમ જણાવતા બ્લેઝના માલિક જણાવે છે કે, બ્લેઝનાં ખુબ જ તંદુરસ્ત અને સ્ફૂર્તિલો ડોગી છે તમે જ્યાં જાઓ ત્યાં એ તમારી સાથે આવવા તૈયાર જ હોય છે અને લોકોને ખુશ રાખવા વધુ ગમે છે. એને વિટેલીંગો નામની ત્વચાની બિમારી થઇ છે.

સામાન્ય રીતે આ રોગ માણસોમાં જોવા મળે છે જેને ક્યુકોડમાં અથવા તો સફેદ ડાઘ પણ કહેવાય છે. બહુ ભાગ્યે જ અપવાદરુપે આ રોગ પ્રાણીઓને પણ થતો હોય છે. માણસોમાં ત્વચામાંના રંજદ્રવ્યો ઘટી જાય છે અને રંગ બદલાઈ જાય છે, જ્યારે પ્રાણીઓમાં એમના ફરનો કલર બદલાય છે અને આની હજી સુધી કોઇ દવા શોધાઈ નથી. આ રોગની કોઇ આડઅસર ન હોવાથી ડોગીભાઈ બીજી બધી રીતે તો તંદુરસ્ત અને સ્વસ્થ છે અને એના માલિકો સાથે ખુશી-ખુશી સમય વિતાવે છે.


Loading...
Advertisement