ગરમ પાણી પીવાથી શું લાભ થાય છે? શું વારંવાર ગરમ પાણી પીવાની જરૂર છે?

06 May 2020 04:38 PM
Rajkot Health
  • ગરમ પાણી પીવાથી શું લાભ થાય છે? શું વારંવાર ગરમ પાણી પીવાની જરૂર છે?

કોરોનાથી બચવા ગરમ પાણીનો થતો આગ્રહ : ગરમ પાણી સાથે અજમો, જીરૂ, સુંઠ, તુલસી, ફુદીનાનાં પાન, વરિયાળી પણ ઉમેરીને પીવાથી સારૂ રહેશે: ગરમ પાણી વારંવાર પીવું ન જોઈએ

ગરમ પાણી પીવાથી ઘણા ફાયદા થાય છે એવું તમે એક નહીં પણ અનેક જગ્યાએ સાંભળ્યું હશે. વાત સાચી છે પરંતુ ફાયદો કરે છે એમ વિચારીને સતત તમે દિવસરાત માત્ર ગરમ પાણી પીધા કરો તો ચાલે? જૈન સમાજના અનેક લોકો ઉકાળેલુ કે ગરમ પાણી પિવાનો જ આગ્રહ રાખે છે. એમાં એક પ્રચલીત તર્ક એવો હતો કે જૈન દર્શનમાં પાણીને સચિત એટલે કે જીવંત પદાર્થ ગણવામાં આવે છે અને એમાં સતત અમુક જીવોના જન્મ અને મરણની પ્રક્રિયા ચાલુ રહે છે. જો કે જયારે પાણી ઉકાળવામાં આવે ત્યારે એ તમામ જીવોનો ક્ષય જરૂર થાય છે. પરંતુ નવેસરથી એમાં અમુક સમયાંતર સુધી જીવોત્પતિ થતી નથી. જો કે વૈજ્ઞાનિક જૈનાચાર્ય નંદીઘોષસૂરીજી આ વાતને રદીયો આપે છે અને સ્પષ્ટતા સાથે કહે છે કે જૈન ધર્મમાં શ્રાવકવ્રતનું પાલન કરનારા, તપશ્ર્ચર્યા કરનારા અને સાધુસાધ્વીને ઉકાળેલું પાણી પીવાનો આચાર છે. જો કે એની પાછળનું કારણ એટલું જ છે કે જયારે પાણી ઉકાળાય ત્યારે એનું મોલેકયુલ લેવલનું બંધારણ સહેજ ઢીલું પડે છે જેથી ઉકાળેલું પાણી પીનારાઓને મનમાં વિકાર જન્મતા નથી. આયુર્વેદ અને નૈચરોપેથ પણ ગરમ પાણી પીવાના પક્ષમાં છે, પરંતુ કેટલીક ક્ધડીશન્સ સાથે, કેટલાક વળી એમ પણ કહે છે કે તમે ફિલ્ટર કરેલું પાણી જેટલું વધારે પીઓ એટલી તમારી રોગપ્રતિકારક શક્તિ ઘટે.
ગરમ પાણી કોના માટે?
ખોરાક પુરેપુરો પચે નહીં, અડધું અન્ન કાચું રહી જાય આવા સમયે એસીડીટી અને અર્જીણની બીમારી થતી હોય છે. ગેસ થાય, અપચો થાય, ખાધા પછી, અન્કમ્ફર્ટેબલ રહેતું હોય તેમને માટે ગરમ પાણી ઉતમ છે. ‘ગરમ પાણી પીઓ એટલે શરીરમાં પાચક રસો ખુલે, મ્યુકસના સેલ્સ ખુલે અને જમવાનું સરસ રીતે પચી જાય. તમે મોઢાના દાંતથી ગરમ પાણી પીવાનું શરૂ કરો અને પેટ સુધી એ જાય અને એ આખા એરીયામાં જે પણ બેકટેરીયા કે ફંગસ થયા હોય એ મરી જાય. વિવિધ ઔષધીય દ્રવ્યો નાખીને ગરમ પાણી પીવાથી આમનું પાચન થાય, ગેસ-એસીડીટીની સંભાવના ઓછી થઈ જાય. ઘણા લોકોને જમ્યા પછી આળસ ચડતી હોય અને કોઈ કામ ન કરવા માંગે. એ લોકોએ ગરમ પાણી પીવું જોઈએ. તેમની બધી જ ડલનેસ નીકળી જશે. ઉકાળેલું પ્લેન પાણી પણ મદદ કરશે, પરંતુ જો એમાં તમારી પ્રકૃતિ સાથે મેચ કરતા કેટલાક પદાર્થો ઉમેરશો તો સોનામાં સુગંધ ભળશે.’
‘સવારે નરણા કોઠે જો ગરમ પાણી પીતા હો તો એમાં ચપટી સુંઠ નાખીને પીવાથી એનો વધુ લાભ થશે. એ જ રીતે જમ્યા પછી પીતા હો તો સહેજ જીરું અને અજમો નાખીને પીઓ તો પાચન તરત થશે અને ગેસની સમસ્યા નહીં રહે અને રાતે સુતી વખતે પણ સુંઠ અને પીપરામૂળ નાખીને પીશો તો સરસ ઉંઘ આવશે. અહીં એક બીજી મહત્વની સ્પષ્ટતા કરી દઉં કે રાતે સૂતા પહેલાં એટલે સૂવાના લગભગ અડધો-પોણો કલાક પહેલાં પાણી પિવાવું જોઈએ.’
કયારે ઉમેરવું?
અજમો, જીરું, સુંઠ, તુલસી, ફુદીનાનાં પાન, વરિયાળી નાખી શકાય. બધી જ સુકી વસ્તુઓનો ભેગો પાઉડર બનાવીને સો એમએલમાં એક ચમચી નાખીને પી શકાય. ‘પાણી ઉકળવા માંડે પછી એમાં આ પાઉડર કે અન્ય કોઈ વસ્તુ નાખવાની, નાખીને નહીં ઉકાળવાની. પછી બંધ કરીને ઢાંકી રાખવાનું થોડીવાર. ગરમ પાણી પચવામાં હલકું હોય છે. એની ઘનતા ઘટી જતી હોય છે ત્યારે તમે એને ઉકાળો. ગરમ પાણી નિયમિત પીનારા લોકો પોતાના ખોરાકને ક્ધટ્રોલ કરી શકે છે. કારણ કે ગરમ પાણી પીવાથી તમારા શરીરની પોષક તત્વોને એબ્સોર્બ કરવાની ક્ષમતા વધી જાય છે. રાતે તાંબાના લોટામાં પાણી રાખીને સવારે પીતા હો તો એમાં પણ ગરમ પાણી રાખો.
સતત પીવાય?
સતત જો તમે ગરમ જ પાણી પીધા કરો તો ચાલે? સતત ગરમ પાણી ન પીવાય. ‘પાણી ઉકાળવાથી એમાં રહેલાં ખરાબ બેકટેરીયા નાશ પામે છે એ વાત સાચી, પણ સારા બેકટેરીયા પણ નાશ પામે છે. પાણીમાં રહેલા મિનરલ્સનું પણ પાણી ઉકાળતાં બાષ્પીભવન થઈ જાય છે. એટલે ગરમ પાણી પીવાનો અમુક નિશ્ર્ચિત સમય રાખીને પીવાય તો એ વધુ લાભ કરે. જેમ કે નરણા કોઠે ગરમ પાણી પીવાના ઘણા લાભો છે. જમ્યા પછી, રાતે સૂતા પહેલાં ગરમ પાણી પીઓ તો તમને કબજીયાતની સમસ્યા ન થાય. ઉલટાનું તમારું ડાઈજેશન ઝડપી બને. રાતે સૂતા પહેલાં લગભગ સો એમએલ પાણી પીવાની છૂટ છે.’


Related News

Loading...
Advertisement