જનધન ખાતામાં મહિલાઓને 4 મેથી રૂા.500નો બીજો હપ્તો જમા કરાશે

02 May 2020 05:29 PM
India
  • જનધન ખાતામાં મહિલાઓને 4 મેથી રૂા.500નો બીજો હપ્તો જમા કરાશે

4 થી 11 મે દરમ્યાન ખાતા નંબરના છેલ્લા આંકડા મુજબ પૈસા જમા થશે

નવીદિલ્હી તા.2
જનધન યોજનાના મહિલા લાભાર્થીઓને 500 રૂપિયા દર મહિનાનો બીજો હપ્તો 4 મેથી મહિલાઓના ખાતામા જમા થવાની શરૂ થશે. લાભાર્થીઓ રોકડ રકમ મેળવવા માટે નજીકના એટીએમનુ, રૂપે કાર્ડ, બેન્ક મિત્ર, સીએસપી સાથે ઉપયોગ કરે જેથી બ્રાન્ચમાં વધારે ભીડ ન થાય.

નાણાકીય સચિવ દેબાશિષ પાંડાએ ટવીટ કર્યું છે કે લાભાર્થીઓ શિડયુલ મુજબ એટીએમ અને બીસીના માધ્યમથી પૈસા ઉપાડી શકે છે. જેનુ શિડયુલ 1 મેના જેમના ખાતાના અંતિમ નંબર 0 થી 1 છે તે, તા.5 મેના રોજ 2 થી 3 નંબર, તા.6ના રોજ 4 થી 5 નંબર, તા.8 મેના રોજ 6 થી 8 નંબર, તા.11 મેના રોજ 8 થી 9 નંબર જેમના ખાતાના અંતિમ નંબર છે તેઓ પૈસા ઉપાડી શકાશે.

ઉલ્લેખનીય છે કે કોરોના સંકટ વચ્ચે મોદી સરકારે મહિલાઓને રાહત આપવાની જાહેરાત કરી હતી.


Related News

Loading...
Advertisement