લોકડાઉનમાં પોર્ન વેબસાઈટ પર જનારા માટે સાવધાનીના ખબર

02 May 2020 03:16 PM
India Technology
  • લોકડાઉનમાં પોર્ન વેબસાઈટ પર જનારા માટે સાવધાનીના ખબર

મહારાષ્ટ્ર પોલીસના સાઈબર યુનિટે હાલમાં એક એડવાઈઝરીમાં જણાવ્યું છે કે દેશમાં લોકડાઉનના સમય દરમિયાન લોકો ઓનલાઈન વધુ રહે છે. અને તેથી હેકર્સ માટે વધુ સરળ સ્થિતિ બની છે. ખાસ કરીને પોર્ન વેબસાઈટ એ લોકો માટે એસેસ કરવી સરળ બનાવી દીધી છે. જેથી વધુને વધુ લોકો પોર્ન ઉપર જવા લાગ્યા છે પરંતુ આ એક છટકુ છે.

છેલ્લા 40 દિવસથી મુંબઈમાંથી 50 લોકોએ પોતે ઓનલાઈન છેતરપીંડીનો ભોગ બન્યા હોય તેવી ફરિયાદ કરી છે. આ તમામ લોકડાઉન સમયે પોર્ન વેબસાઈટ પર સક્રિય હતા અને તેમાં ગલગલિયા કરાવતા દ્રશ્યોની સાથે તમારા ડેટા ચોરી લેવાની ઘટના બની છે. ખાસ કરીને થોડા રુપિયામાં ખુબસુરત મોડેલને અલગ અલગ નિહાળવાની ઓફર થાય છે અને તે રીતે પેમેન્ટ કરતા સમયે તમારા ડેટા ચોરાઈ જાય છે.


Loading...
Advertisement