લોકડાઉનમાં આપણે સ્ક્રીનને ચોંટી રહ્યા છીએ? આંખની રક્ષા માટે આ રહી કેટલીક ટિપ્સ

02 May 2020 03:09 PM
Health India
  • લોકડાઉનમાં આપણે સ્ક્રીનને ચોંટી રહ્યા છીએ? આંખની રક્ષા માટે આ રહી કેટલીક ટિપ્સ

મોટી વયના લોકો આજકાલ દરરોજ 13 કલાક સુધી ટીવી, કોમ્પ્યુટર અથવા મોબાઈલ ફોન સમક્ષ ગાળી રહ્યા છે: આ સંજોગોમાં 20:20:20 નો અભિગમ અપનાવવા જેવો છે

નવી દિલ્હી તા.2
વિશ્વના મોટાભાગના દેશો કોરોના સંબંધીત નિયંત્રણો હેઠળ જીવી રહ્યા છે, ત્યારે આપણે કામકાજ, મિત્રો સાથે સંપર્ક રાખવા, મનોરંજન અને ધ્યાન ભટકાવા આપણે આટલો લાંબો સમય કયારેય પડદાને ચીટકી રહ્યા નહોતા.

એક અંદાજ મુજબ પુખ્તજનો સ્ક્રીનનો ઉપયોગ કરી દરરોજ 13 કલાક ગાળી રહ્યા છે. એક વર્ષ પહેલાં આ આંકડો 10 કલાકનો હતો. આપણું નવું રૂટીન જોતાં ભવિષ્યમાં આપણે વધુ સમય સ્ક્રીન સામે વીતાવી રહ્યું હશે. આ સંજોગોમાં નિષ્ણાંતો આંખની કાળજી લેવા ભલામણ કરી રહ્યા છે. સ્માર્ટફોન કોમ્પ્યુટર સ્ક્રીન અથવા ડિવાઈસીસ વધુ ઉપયોગની આંખને લાંબાગાળાના નુકશાનના કોઈ પુરાવા નથી, પણ લાંબા સમયના ઉપયોગના કારણે દ્દષ્ટિ ઝાંખી થવાની, આંખ થાકી જવાની, સુકી થઈ જવાની અથવા આંખમાં બળતરા અને માથાના દુખાવાની શકયતા હોવાનું લંડનની મુરફીવ્ડ આય હોસ્પિટલ કરે છે. અમેરિકન એકેડેમી ઓફ ઓપ્થેલ્મોસોજીના પ્રવકતા અને રેટીના વિશેષજ્ઞ ડો. રાજ માસુરીએ આવા લક્ષણોને ‘ડીજીટલ વિઝન સિન્ડ્રોમ’ ગણાવ્યા હતા.

તેમણે અને મુરફીલ્ડ આય હોસ્પિટલ ખાતેના ડોકટરો 20-20-20 અભિગમની ભલામણ કરે છે. સ્ક્રીન સામે ગાળેલી 20 મીનીટ સામે તમારે 20 મીનીટનો બ્રેક લઈ 20 સેકંડ સુધી તમારી સામે 20 ફુટ દૂર જોવું જોઈએ.

તેમણે જણાવ્યું હતું કે જયારે તમે નજીકના ટાર્ગેટને જુઓ છો ત્યારે તમારી આંખો હરવખત એક જ સ્નાયુ ખેંચાય છે. દૂર જોવાથી એ સ્નાયુ હળવો થાય છે. સ્ક્રીન યુઝ કરતાં નજીકથી કામ તમારી આંખોને ખેંચે છે. વ્હાઈટ ડિવાઈસીસ સામે જોવાથી આપરે ઓછીવાર આંખો પટપટાવીએ છીએ અને એથી આપણી આંખ સુકાઈ જાય છે. આથી આપણે આંખ પટાવવા આપણને તાલીમ આપવી જોઈએ.

જો તમારી આંખો સુકી-ડ્રાય હોય તો ડો. માતુરીએ કૃત્રિમ ટીમોની ભલામણ કરી છે. મુરફીલ્ડસ આય હોસ્પિટલે હ્યુમીડીફાયરની તેમજ તમારું વર્કસ્ટેશન યોગ્ય રીતે ગોઠવાય તે જોવા ભલામણ કરી છે. તમારા કોમ્પ્યુટરની સ્ક્રીન તમારી આંખની સમાંતર અને તમે બેઠાં હો ત્યાંથી 18-30 ઈંચની દૂરીએ હોવું જોઈએ. સ્ક્રીન થોડું પાછળ ઢળેલી હોવી જોઈએ.

નેશનલ આય ઈન્સ્ટીટયુટના પ્રવકતા ડો. રાશેલ બિશપે પણ સ્ક્રીનની પોઝીશનીંગને મહત્વની ગણાવી હતી. જો તમે નીચે જોતા હો તો તમારી આંખની પાંપણ થોડી બંધ હોવી જોઈએ. જો તમે ઉંચુ જોતા હશો તો તમારી આંખો ઝડપથી સુકી થાય છે.

અન્ય પગલામાં આજુબાજુની લાઈટ ઝાંખી કરવા ભલામણ કરાઈ છે, જેથી સરખામણીએ સ્ક્રીન બ્રાઈટ રહે. વળી, તમારે કોમ્પ્યુટર સ્ક્રીન અવારનવાર સાફ કરવું જોઈએ. એના પર ધૂળ જામી જાય તો આંખમાં બળતરા થાય છે.

આવી બધી તકેદારી રાખ્યા છતાં તમારા બાળકોને વિઝન સમસ્યા હોય તો નિષ્ણાંતો આંખના ડોકટરની સલાહ લેવી જોઈએ. જો તમે ત્રીસી પુરી કરવાના આરે હો અને લોકડાઉનના કારણે ચાલુ સ્પેશ્યાલીસ્ટને દેખાડી ન શકો તો સસ્તા વાંચવાના ચશ્મા ખરીદવામાં વાંધો નથી.

વય પ્રમાણે તમારી આંખના ફોકસિંગ સ્નાયુ બદલાય છે. તમે વીસીમાં હો ત્યારે તમે સતત એક કલાક સુધી નજીકના દ્રશ્ય પર ફોકસ કરી શકો, અને એમાં કોઈ સમસ્યા નથી. પરંતુ વય વધતાં એ ક્ષમતા ઘટે છે.


Loading...
Advertisement