મેના મધ્યથી ઘરેલુ તથા આંતરરાષ્ટ્રીય વિમાની સેવા શરૂ થશે ?

30 April 2020 03:50 PM
India Travel
  • મેના મધ્યથી ઘરેલુ તથા આંતરરાષ્ટ્રીય વિમાની સેવા શરૂ થશે ?

એર ઇન્ડીયાએ કર્મચારીઓને ઇ-મેઇલ મોકલી તૈયાર રહેવા જણાવ્યું : 25થી 30 ટકા ઉડાનો શરૂ થઇ શકે

નવીદિલ્હી,તા. 30
દેશમાં કોરોનાના કારણે છેલ્લા દોઢ એક માસથી વધુ સમયથી હવાઈ સેવા બંધ છે પરંતુ મે માસના મધ્યથી તે શરુ થઇ શકે છે. રાષ્ટ્રીય એરલાઈન તરીકે જાણીતી એર ઇન્ડીયાએ તેના તમામ કર્મચારીઓને એક ઇ-મેઇલ મોકલીને ડોમેસ્ટીક અને આંતરરાષ્ટ્રીય ઓપરેશન માટે તૈયાર રહેવા જણાવાયું છે.

એરઇન્ડીયાના કર્મચારીઓ કે જેમની ઓપરેશનમાં આવશ્યકતા રહેશે તેઓની માટે સિક્યોરીટી પાસ ઇસ્યુ કરવામાં આવશે અને હાલ કર્મચારીઓ પાસે તેની માહિતી માંગવામાં આવી છે.

સુત્રોના જણાવ્યા મુજબ 25 થી 30 ટકા વિમાની સેવા શરુ થઇ શકે છે. હાલમાં આ માટે એકશન પણ ઘડાઈ રહ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ વિમાનમાં કુલ યાત્રિકોની કેપેસીટીના 30 ટકા જેટલા ઓછા યાત્રિકોને સમાવાશે અને તે રીતે સોશ્યલ ડિસ્ટન્સનો ખ્યાલ રાખી શકાય છે. જો કે તેના કારણે વિમાની સેવા મોંઘી થાય છે કે કેમ તેના પર સૌની નજર છે.


Loading...
Advertisement