બોટાદ-પાળીયાદના નાના છૈડા ગામે સુખવદર નદીમાં ન્હાવા પડેલા ચાર બાળકો ડૂબી જતાં મૃત્યુ : અરેરાટી

29 April 2020 11:51 AM
Botad
  • બોટાદ-પાળીયાદના નાના છૈડા ગામે સુખવદર નદીમાં ન્હાવા પડેલા ચાર બાળકો ડૂબી જતાં મૃત્યુ : અરેરાટી
  • બોટાદ-પાળીયાદના નાના છૈડા ગામે સુખવદર નદીમાં ન્હાવા પડેલા ચાર બાળકો ડૂબી જતાં મૃત્યુ : અરેરાટી

બોટાદ,તા. 29
બોટાદ-પાળીયાદ તાબેના નાના છૈડા ગામે સીમાડે વહેતી સુખભાદર નદી બપોરે ન્હાવા ગયેલા ચાર માસુમ બાળકો પાણીના પ્રવાહમાં ડૂબી જતાં અરેરાટી છવાઈ જવા પામી છે. બનાવની જાણ થતાં બોટાદ ફાયર અને સ્થાનિક તરવૈયાએ પાણીમાં ઝંપ લગાવી ચારેય બાળકોના મૃતદેહને સોંપવા પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતાં. કરુણાંતિકાના પગલે વાડીમાં ભાગીયુ રાખુ રહેતા નડીયાદ અને ડાકોર પંથક પરિવાર પર આભ ફાટી ગયું હતું.

બનાવની જાણ થતાં બોટાદ જિલ્લાનાં પાળીયાદ તાબેનાં નાનાછૈડા ગામે રહેતા શિવરાજભાઈ દાદભાઈ ખાચરની વાડીમાં ભાગીયુ રાખી રહેતા મુળ નડીયાદ પંથકનાં અલીન્દા ગામનાં વતની રમેશભાઈ બાબુભાઈ સોલંકીની પુત્રી કાજલબેન (ઉ.12), સુપ્રિયા (ઉ.7), જગદીશ (ઉ.8) અને કરશનભાઈ દામાભાઈ રબારીનાં વાડીમાં ભાગીયુ રાખી રહેતા મુળ ડાકોર પંથકના ઉમરેઠના વતની અર્જુનભાઈ નાનજીભાઈ નાયકીની દિકરી બોડી (ઉ.4) તથા અન્ય તરુણો ન્હાવા ગયા હતા. સાથે વાડીથી થોડે દૂર નાના છૈડા ગામે છેવાડે વહેતી સુખભાદર નદીના બ્રીજ નીચે બપોરે ન્હાવા માટે પડતાં એક પછી એક બાળકો નદીના ઉંડા પાણીમાં ગરકાવ થતા ભારે અરેરાટી મચી જવા પામી હતી. અને મોટી સંખ્યામાં ગ્રામજનો દોડી ગયા હતાં.

ઘટનાની જાણ થતાં પાળીયાદ પીએસઆઈ સહિતના સ્ટાફે અને બોટાદ ફાયર બ્રિગેડના સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતાં. આ બનાવ પગલે પાળીયાદ પંથકમાં હાહાકાર મચી ગયો છે.


Loading...
Advertisement