બોટાદ નજીક બાઇક સ્લિપ થતાં સાયલાનાં આધેડનું મોત

27 April 2020 01:15 PM
Botad
  • બોટાદ નજીક બાઇક સ્લિપ થતાં સાયલાનાં આધેડનું મોત

દુધ ભરીને પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાયો : પરિવારમાં અરેરાટી

રાજકોટ તા.27
બોટાદનાં છૈડા ગામ પાસે બાઇક સ્લિપ થતાં સાયલાનાં આધેડનું મોત નિપજયું હતું. આ અંગે પોલીસે કાર્યવાહી કરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર સાયલામાં ધજાળા ગામે રહેતા પુંજાભાઇ સુખાભાઇ મેર (કોળી) (ઉ.વ.45) નામના આધેડ પોતાનું બાઇક લઇને બોટાદનાં છૈડા ગામે આવેલી ડેરીએ દુધ ભરવા ગયા હતા.

ત્યારબાદ પોતાના ગામે પરત ફરતી વેળાએ બાઇક સ્લીપ થતાં તેને શરીરે ઇજા થતાં પ્રથમ ભાવનગર બાદ રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતા પુંજાભાઇનું સારવારમાં મોત નિપજયું હતું. પુંજાભાઇ ખેતમજૂરી કામ કરતા હતા. તેને સંતાનમાં બે દિકરી બે દિકરા છે. પુંજાભાઇભાઇનાં મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.


Loading...
Advertisement