29 દિવસ બાદ આખરે શિવરાજ પ્રધાનમંડળનું વિસ્તરણ: પાંચ પ્રધાનોએ શપથ લીધા

21 April 2020 03:25 PM
India Politics
  • 29 દિવસ બાદ આખરે શિવરાજ પ્રધાનમંડળનું વિસ્તરણ: પાંચ પ્રધાનોએ શપથ લીધા

સિંધીયા જુથનાં બે સભ્યોને સ્થાન

મધ્ય પ્રદેશની શિવરાજસિંહ સરકારનો આખરે 29 દિવસ બાદ વિસ્તાર થયો છે.રાજયના ચોથીવાર મુખ્યપ્રધાન બનેલા ચૌહાણનાં પ્રધાનમંડળમાં પાંચ પ્રધાનોને લેવામાં આવ્યા છે. આજે સોશ્યલ ડીસ્ટન્સીંગનાં અનુપાલન માટે યોજાયેલી શપથવિધીમાં આ પાંચેય પ્રધાનોએ શપથ લીધા હતા.
આજે પ્રધાનમંડળમાં સામેલ થયેલા બે તુલસીરામ સિલાવહ અને ગોવિદસિંહ રાજપુત રાજીનામાં આપનારા કોંગ્રેસનાં 22 ધારાસભ્યોમાં સામેલ છે અને તે જયોતિરાદિત્ય સિંધીયાના વફાદાર પ્રધાન છે.
આ તમામ ધારાસભ્ય તરીકે રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા.
રાજભવનમાં યોજાયેલા શપથ સમારંભમાં ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતી પણ હાજર હતા.
મામાના પ્રધાનમંડળમાં સામેલ થયેલા અન્ય 3 પ્રધાનો ભાજપનાં છે. એમાં નરોમત મિશ્રા, ચીનાસિંહ, અને કમલ પટેલ સામેલ છે.
કોરોના વાયરસ મધ્ય પ્રદેશમા વીજળીક ઝડપે ફેલાતા ચૌહાણ સરકારનું તરત વિસ્તરણ થઈ શકયુ ન હતું એ કારણે 1 સભ્યની કેબીનેટ ર9 દિવસ ચાલી હતી. આ કારણે ચૌહાણ અને ભાજપની આકરી ટીકા થઈ હતી.


Loading...
Advertisement