માત્ર ફેફસા જ નહીં, શરીરના અનેક ભાગો પર કોરોના કરે છે હુમલો...

20 April 2020 11:12 AM
Health India
  • માત્ર ફેફસા જ નહીં, શરીરના અનેક ભાગો પર કોરોના કરે છે હુમલો...

કોરોના એક શ્વાસ સાથે જોડાયેલી બિમારી છે જે પહેલા ફેફસા પર જ હુમલો કરે છે પરંતુ ડોકટરોએ જાણ્યું છે કે વાઈરસ હાર્ટ, કિડની, લિવર અને આંતરડાને પણ ડેમેજ કરે છે. આના માટે સાઈટોકીન સ્ટાર્મ આંશિક રૂપે જવાબદાર હોય છે. રિસર્ચર બીજા કારણો પણ શોધી રહ્યા છે. આ વાયરસથી શરીરના અનેક અંગો પ્રભાવીત થતા હોવાની બિમારી જટીલ બની જાય છે.

કિડની
અમેરિકાની હોસ્પીટલોમાં દાખલ કોરોનાના મોટા ભાગના દર્દીઓમાં યુટીનમાં લોહી અને પ્રોટીન મળ્યુ હતું, જે કિડનીના ડેમેજ થવાનું લક્ષણ છે. ન્યુયોર્ક અને વુહાનમાં 14થી 30 ટકા દર્દીઓ જે આઈસીયુમાં હતા, તેમની કિડની પર ખાસ્સી એવી અસર પડી હતી, જેના માટે તેમને ડાયાલીસની જરૂર પડી હતી. પ્રારંભીક અભ્યાસમાં કેટલાક સંક્રમિતોમાં કિડનીમાં વાઈરસની સાથે ઈજા થઈ હોવાનું બહાર આવ્યુ હતું. જો કે હજુ એ સ્પષ્ટ નથી કે વાઈરસ કિડની સેલ પર હુમલો કરે છે.

હાર્ટ
ચીન અને ન્યુયોર્કના ડોકટરોએ હાર્ટ ડેમેજ-હૃદયનીમાંથી પોશીઓમાં સોજાની પુષ્ટિ કરી છે. આ સિવાય દર્દીઓમાં કાર્ડિયાક એસ્ટેટ ખતરાના પણ કિસ્સા બહાર આવ્યા છે. ચીનમાં કોરોના સંક્રમિતો પર કરવામાં આવેલ અભ્યાસમાં કરવામાં આવેલી સ્ટડીમાં બહાર આવ્યું છે કે 40 ટકા દર્દીઓમા ઓરીથમિયા અને 20 ટકામાં કાર્ડિયાક ઈંજરીની પુષ્ટિ થઈ છે. પરંતુ એ સ્પષ્ટ નથી કે આ કોરોના વાઈરસના કારણે જ થયો છે.

ટેસ્ટ/સ્મેલ ખોઈ દેવી
તાજેતરમાં સ્મેલ અને સ્વાદને કોરોનાના લક્ષણ તરીકે રિપોર્ટ કરાયો હતો. એકસપર્ટ્સનું કહેવું છે કે, વાઈરસ ઓલ ફેકટી નર્વના અંતમાં હૈમલરો કરી શકે છે, જેની અસર થવાથી સ્મેલ (ગંધ/સુગંધ) આવવી બંધ થઈ જાય છે. કેટલાક વાઈરસ ઓલ ફેકટ્રી નર્વથી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સુધી ફરી શકે છે, જેનાથી ક્ધફયુઝન, લોહીમાં ઓકિસજનની કેની અને ચેના પર પણ અસર પાડી શકે છે.

બ્લડ કલોટ્સ
કેટલાક દર્દીઓ પલ્મોનટી એમબોલિઝમતી પિડીત પણ દેખાઈ રહ્યા છે. આનાથી નસો અને અન્ય રકત વાહિકાઓમાં લોહીના ગઠ્ઠા બની જાય છે. અને તે ફેફસામાં ચાલ્યા જાય છે. જેનાથી દર્દીનું મોત પણ શકે છે.

વુહાનમાં 81 દર્દીએ પર થયેલા અભ્યાસમાં જાણવા મળેલું કે, 20 દર્દીઓને પલ્મો નરી અમ્બોલિઝમની સમસ્યા હતી, જેમાંથી 8 દર્દીઓના મોત થયા હતા. ન્યુયોર્કમાં આ સમસ્યાથી બચવા માટે દર્દીઓના લોહીને પાતળા કરવાની દવા આપવામાં આવી રહી છે.

આંખ
દર્દીઓની આંખમાં ઈન્ફેકશન અને ક્નજેકરીપાઈટીસના લક્ષણ જોવા મળ્યા હતા. ચીનના હુવેઈ પ્રાંતમાં થયેલા એક સ્ટડીમાં દર ત્રીજા દર્દીમાં ક્નજેકટીવાઈટીસ જોવા મળ્યો હતો. પ્રારંભીક રિસર્ચમાં એ જાણવા મળ્યું છે કે, આ ત્યારે થાય છે જયારે વાઈરસ આંખોના રસ્તે આપના શરીરમાં પ્રવેશ કરે છે.

ગેસ્ટ્રોઈસ્ટેસ્ટિનલ ટ્રેકટ
ચીનમાં એક સંશોધનમાં જાણવા મળેલું કે, કોરોનાના અડધાથી વધુ દર્દીઓ ડાયેરિયા અને ઉલટીની અસર વાળા જોવા મળેલ.

લિવર
અમેરિકા અને ચીનમાં કેટલાક દર્દીઓમાં તેજ હિપેટાઈટીથી જોવા મળેલા. ડોકટરોનું કહેવું છે કે, વાઈરસના કારણે જ આમ થઈ શકે છે.


Loading...
Advertisement