ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૬ કેસ, કુલ ૩૭૮ કેસ

10 April 2020 08:30 PM
Rajkot
  • ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૬ કેસ, કુલ ૩૭૮ કેસ

સવારથી ૭૦ કેસ નો વધારો, જે જિલ્લામાં કેસ નથી આવ્યા ત્યાં કાલથી ૧૦૦ સેમ્પલ લેવામાં આવશે : ડૉ. રવી

ગાંધીનગર : આજે સાંજે આરોગ્ય વિભાગ ના અગ્ર સચિવ ડો.જયંતિ રવિએ ગુજરાત માં કોરોના ની પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી.
આજે સવાર બાદ રાજ્યમાં ૭૦ કેસ સામે આવ્યા છે જ્યારે છેલ્લા ૨૪ કલાક માં ૧૧૬ કેસ નોંધાયા છે.
૯૦૦ જેટલા કેસ ના સેમ્પલ લેવાયા છે જેમાંથી ૭૦ પોઝિટિવ આવ્યા.
૨૪ કલાકમાં ભારત માં ૧૬૦૦૦ જેટલા ટેસ્ટ થયા ત્યારે ગુજરાતમાં ૧૫૦૦ જેટલા ટેસ્ટ થયા છે.
રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ ૩૭૮ જેમાંથી
૩૨૩ દર્દીઓની તબિયત સ્થિર
૩૩ લોકોને હોસ્પિટલ માંથી રજા
૩ લોકો વેન્ટિલેટર પર

રાજ્યમાં અત્યાર સુધી ૭૭૧૮ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી ૩૭૮ લોકો પોઝિટિવ, ૭૨૩૭ લોકોના ટેસ્ટ નેગેટિવ થયા છે અને ૧૦૩ સેમ્પલ ના પરિણામ બાકી છે

જે જિલ્લા માં કોઈ પણ પોઝિટિવ ટેસ્ટ નથી ત્યાં પણ ટેસ્ટ કરવામાં આવશે

ક્યાં જિલ્લામાં કુલ કેટલા પોઝિટિવ કેસ છે ?
અમદાવાદ ૧૯૭
સુરત ૨૭
રાજકોટ ૧૮
વડોદરા ૫૯
ગાંધીનગર ૧૪
ભાવનગર ૨૨
કરછ ૪
ભરૂચ ૭
પાટણ ૧૪
મોરબી ૧
પંચમહાલ ૧
છોટા ઉદેપુર ૨
આણંદ ૨
પોરબંદર ૩
ગીર સોમનાથ ૨
જામનગર ૧
મહેસાણા ૨
દાહોદ ૧
સાબરકાંઠા ૧

કુલ ૩૭૮


Loading...
Advertisement