વડોદરામાં વધુ 12 પોઝિટિવ કેસ, તમામ નાગરવાડા વિસ્તારના : શહેરમાં કુલ 59 કેસ

10 April 2020 06:07 PM
Vadodara Gujarat
  • વડોદરામાં વધુ 12 પોઝિટિવ કેસ, તમામ નાગરવાડા વિસ્તારના : શહેરમાં કુલ 59 કેસ

ગુજરાતમાં કુલ 328 કેસ

વડોદરા : વડોદરામાં ગઈ કાલે સાંજથી કોરોના બોમ્બ ફૂટયો હોય તેવા સમાચાર મળી રહ્યા છે. હાલ 12 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેથી શહેરમાં કુલ 59 કેસ થયા છે.
12 કેસ નાગરવાડા વિસ્તારના હોવાની જાણવા મળે છે.
આજે સવારે 8 કેસ પોઝિટિવ આવ્યાભતા બાદ, હાલ વધુ 12 કેસ પોઝિટિવ આવતા 6 કલાકમાં 20 કેસ નોંધાયા છે, અને 24 કલાકમાં 37 કેસ.
આ ઉપરાંત રાજ્યમાં આજે અમદાવાદ માં 12, ભરૂચમાં 4, ભાવનગરમાં 4, રાજકોટમાં 5, કરછ - પાટણમાં 2-2 કેસ અને ગાંધીનગરમાં 1 કેસ નોંધાયો હતો.
રાજ્યમાં કુલ 328 કેસ થયા.


Loading...
Advertisement