રાજકોટના કોરોના પોઝિટિવ યુવાનને ગોંડલનો મિત્ર અડધો કલાક મળ્યો હતો: મિત્રને તંત્રએ ઉઠાવ્યો

10 April 2020 05:14 PM
Gondal Rajkot Saurashtra
  • રાજકોટના કોરોના પોઝિટિવ યુવાનને ગોંડલનો મિત્ર અડધો કલાક મળ્યો હતો: મિત્રને તંત્રએ ઉઠાવ્યો

કોરોનાની ચેન તોડવા તંત્રના ત્વરીત પગલા: ગોંડલના યુવાનને મેડીકલ સારવાર માટે રાજકોટ ખસેડાયો

ગોંડલ, તા. 10
કોરોનાની સાઈકલને તોડવા લોકડાઉન જેવા આકરા પગલા લઈ સરકારી તંત્ર ઉંધે માથે થઈ રહ્યુ છે ત્યારે રાજકોટમાં કોરોના પોઝીટીવ આવેલા યુવાનને ગોંડલનો મિત્ર અડધો કલાક સુધી મળ્યો હોય તેને તાકીદે શોધી મેડીકલ ચેકઅપ માટે રાજકોટ ખસેડાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલની નાગર શેરીમાં રહેતા ઉમંગ મહેશભાઈ મારડીયા ઉ.વ.26 ગત તા.29 ના રાજકોટ રહેતા તેના મિત્ર મેહુલ કોટેચાને અડધો કલાક સુધી મળ્યો હતો મેહુલ કોટેચાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા સરકારી તંત્ર ક્ષણભરની આળસ કર્યા વગર તાકીદે ઉમંગની શોધ કરી તેના રીપોર્ટ કરાવવા માટે રાજકોટ હોસ્પીટલ ખસેડાયો હતો.

બ્લોક હેલ્થ ઓફિસર ગોહિલે જણાવ્યુ હતુ કે, જો ઉમંગના રિપોર્ટ કોરોના પોઝીટીવ આવશે તો તેની ટ્રાવેલ્સ હિસ્ટ્રી અને તેના સંપર્કમાં આવેલા તમામના રીપોર્ટ કરાવવાની ફરજ પડશે, કોરોનાની ચેનને તોડવી હશે તો લોકોને લોકડાઉનનું ફરજીયાત પાલન કરી ઘરની અંદર જ રહેવું જરૂરી છે.


Loading...
Advertisement